સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

જો  કોઈ વોટ નથી કરતું, તો આપણે તેને મજબૂર કરી શકતા નથી

વકીલે એવી દલીલ કરી હતી કે જે લોકો મતદાન નથી કરતા, તેમને મળતી સરકારી સુવિધાઓનો લાભ બંધકરી દેવો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ભારતમાં ચૂંટણી દરમિયાન મતદાન કરવું દરેક નાગરિકની નૈતિક જવાબદારી માનવામાં આવે છે, પરંતુ શુંવોટ આપવો ગુનો છે? પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટે તે અરજીપર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે જેમાં મતદાન કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી અથવા પ્રતિબંધો લગાવવાની માંગ કરવામાં આવી હતી.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, મતદાન કરવું મજબૂરી નથી. ભારત એક લોકશાહી દેશ છે જ્યાં છેલ્લા ૭૫ વર્ષોથી લોકોના વિવેક અને વિશ્વાસ પર ભરોસો મૂકવામાં આવ્યો છે. કોર્ટે ઉમેર્યું કે, “જો  કોઈ વોટ નથી કરતું, તો આપણે તેને મજબૂર કરી શકતા નથી. શુંઆપણે એવા લોકોની ધરપકડનો આદેશ આપવો જોઈએ? કાયદાના શાસન અને લોકશાહીની વિરુદ્ધ હશે.”

સરકારી સુવિધાઓનો લાભ બંધ કરી દેવો જોઈએ

અરજદાર અજય ગોયલના વકીલે એવી દલીલ કરી હતી કે જે લોકો મતદાન નથી કરતા, તેમને મળતી સરકારી સુવિધાઓનો લાભ બંધ કરી દેવો જોઈએ. સૂચન પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે હળવા અંદાજમાં વળતોજવાબ આપ્યો કે, “ કામ તમે અમારી તરફથી કરી લો.” કોર્ટે સ્પષ્ટ કર્યું કે વોટ આપવા પર દંડાત્મક જોગવાઈઓ લાગુ કરવી નીતિગત બાબત છે, જે સરકાર અને ધારાસભાના અધિકારક્ષેત્રમાં આવે છે.

ચીફ જસ્ટિસે એક માનવીય પાસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો  કોઈ ગરીબ વ્યક્તિ એમ કહે કે તેણે તે દિવસેપોતાની રોજીરોટી કમાવવાની છે, તો તે વોટ આપવા કેવી રીતે જાય? આવી સ્થિતિમાં આપણે તેને શું જવાબઆપીશું? કોર્ટે મામલાને નીતિગત ગણાવીને અરજદારને સંબંધિત સત્તાધિકારી પાસે જવા માટેની છૂટ આપીછે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.