Last Updated on by Sampurna Samachar
એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં કુલ ૫.૨ કરોડ નામ હટાવાયા
એસઆઇઆર અભિયાન હેઠળ ૧૨ રાજ્યોમાં કુલ ૫૧ કરોડ મતદારોની તપાસ કરવામાં આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) અભિયાન હેઠળ દેશનાં ૧૨ રાજ્યો અનેકેન્દ્ર શાસિત પ્રદેશોની મતદાર યાદીમાંથી લગભગ ૫.૨ કરોડ અયોગ્ય મતદારોનાં નામ હટાવી દીધા છે. હટાવવામાં આવેલા મતદારોની સંખ્યા કુલ મતદારોનાં ૧૦.૨ ટકા છે.

ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર આ અભિયાન મતદાર યાદીને નિયમિત કરવાના ઉદ્દેશથી ચલાવવામા આવ્યુંહતું. જેમાં ગેરહાજર, ટ્રાન્સફર, મૃત્યુ, ડબલ રજિસ્ટ્રેશન અને અન્ય અયોગ્ય મતદારોનાં નામ હટાવવામાં આવ્યા છે. જેથી નકલી મતદાનનો અવકાશ સમાપ્ત થઇ જાય.
સૌથી વધારે ૧૬.૬ ટકા નામ દૂર કરવામાં આવ્યા
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે એસઆઇઆરનો પ્રથમ તબક્કો બિહારમાં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને તમિલનાડુજેવા ૧૧ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એસઆઇઆર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
અભિયાન દરમિયાન કુલ ૫૧ કરોડ મતદારોની તપાસ કરવામાં આવી હતી. જે પછી ૧૦.૨ ટકા નામ ગેરહાજર, મૃત્યુ કે ડબલ હોવાનાં કારણે દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે આ પગલું મતદાર યાદીને શુદ્ધ અને સચોટ બનાવવાનાં ઉદ્દેશથી ભર્યુ છે.
આ પ્રક્રિયામાં અંદમાન–નિકોબારથી લઇને કેરળ સુધી ચૂંટણી ડેટાની તપાસ કરવામાં આવી હતી અને લાખોનવા નામ પણ જાેડવામાં આવ્યા હતાં. આંકડાઓ અનુસાર અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં સૌથી વધારે ૧૬.૬ ટકા નામ દૂર કરવામાં આવ્યા છે.
ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ૧૩.૨ ટકા અને ગુજરાતમાં ૧૩.૧ ટકા નામ દૂર કરવામાં આવ્યા હતાં. છત્તીસગઢમાં૧૧.૩ ટકા નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. બંગાળમાં આ ટકાવારી ૧૦.૯ ટકા રહી છે. બંગાળમાંજ્યુડિશિયલ પ્રક્રિયા હેઠળ ૨૭ લાખ નામ દૂર કરવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં મોટી સંખ્યામાં એવા લોકોહતાં જે સ્થાયી ધોરણે ટ્રાન્સફર થઇ ગયા હતાં અને અથવા મૃત્યુ પામ્યા હતાં. ચૂંટણી પંચે નામ હટાવવાનીસાથે ૨ કરોડ નવા નામો મતદાર યાદીમાં સામેલ પણ કર્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ ૯૨.૪ લાખ નવા મતદારો સાથેપ્રથમ સ્થાને છે. ઉત્તર પ્રદેશ પછી તમિલનાડુમાં ૩૫ લાખ, કેરળમાં ૨૦.૪ લાખ અને રાજસ્થાનમાં ૧૫.૪ લાખ નવા નામ સામેલ કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં ૧૨.૯ લાખ અને ગુજરાતમાં ૧૨ લાખથી વધારે નવામતદારોનાં નામ સામેલ કરવામાં આવ્યા છે.