ત્રણ જહાજોના નામ દુનાગિરી, અગ્રેય, સંશોધક છે.

Share this Article:

Last Updated on by Sampurna Samachar

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને ૩ ઘાતક જહાજ મળ્યા

ભારતીય નેવીને કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ લિમિટેડ તરફથી ત્રણ જહાજો મળ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)​

હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી હાજરી વચ્ચે ભારતની દરિયાઈ શક્તિમાં એક મોટો વધારો થયો છે. ભારતીય નેવીને સોમવારે કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ લિમિટેડ તરફથી એક જ દિવસમાં ત્રણ નવા ઘાતક જહાજો મળ્યા છે.

આમાં બે યુદ્ધ જહાજો અને એક મોટું સર્વે જહાજ શામેલ છે. આ ત્રણ જહાજોના નામ દુનાગિરી, અગ્રેય અને સંશોધક છે.

૩ જહાજોની મુખ્ય વિશેષતાઓ

૧. દુનાગિરી :- આ પ્રોજેક્ટ ૧૭છ હેઠળ નિર્મિત નીલગિરિ-ક્લાસનું પાંચમું ફ્રિગેટ છે, જેને છેલ્લા ૧૬ મહિનામાં નેવીને સોંપવામાં આવ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ૧૫ જુલાઈ, ૨૦૨૨ના રોજ કોલકાતાના આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ ૧૪૯ મીટર લાંબુ અને ૬,૬૭૦-ટનનું ગાઇડેડ-મિસાઇલ ફ્રિગેટ છે.

મારક ક્ષમતાની વાત કરીએ તો આ બ્રહ્મોસ એન્ટી-શિપ અને લેન્ડ-એટેક ક્રુઝ મિસાઇલોની સાથે-સાથે અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓથી લેસ છે. તે હવા, સપાટી અને પાણીની અંદર બહુ-પરિમાણીય ઓપરેશનોને અંજામ આપવામાં સક્ષમ છે.

વૉરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલ આ જહાજના નિર્માણમાં ૭૫% સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થાય છે અને તેમાં ૨૦૦થી વધુ સ્જીસ્ઈ સામેલ છે. ભૂતકાળના અનુભવોના આધારે તેના નિર્માણનો સમયગાળો નીલગિરીના ૯૩ મહિનાની સરખામણીમાં ઘટાડીને ૮૦ મહિના કરી દેવામાં આવ્યો છે.

૨. અગ્રેય (એન્ટી-સબમરીન વોરફેરશિપ) :- આ આઠ ‘અરનાલા‘ વર્ગના એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ્સ(છજીઉ-જીઉઝ્રજ)માંથી ચોથું જહાજ છે. તેનો મુખ્ય હેતુ નેવીની એન્ટિ-સબમરીન, માઇન-વોરફેર અને કોસ્ટલ સર્વેલન્સ ક્ષમતાઓને વધારવાનો છે. આ ૭૭-મીટર લાંબુ વોટરજેટ-સંચાલિત યુદ્ધ જહાજ અત્યાધુનિક લાઇટવેટ ટૉરપીડો, સ્વદેશી રોકેટ લોન્ચર સજ્જ છે. ‘આર્ત્મનિભર ભારત‘ના વિઝનને અનુરૂપ તેમાં ૮૦%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

૩. સંશોધક (લાર્જ સર્વે વેસલ) :- સંશોધક એક વિશાળ સર્વે જહાજ છે જે દરિયાકાંઠા અને ઊંડા પાણીના હાઇડ્રોગ્રાફિક સર્વે માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું વિસ્થાપન લગભગ ૩,૪૦૦ ટન છે અને તેની કુલ લંબાઈ ૧૧૦ મીટર છે. તેનું મુખ્ય કામ બંદરના માર્ગોનું સર્વેક્ષણ કરવાનું અને નેવિગેશનલ રૂટ્સ (દરિયાઈ માર્ગો) સચોટ રીતે નક્કી કરવાનું છે. આ ઉપરાંત તે સંરક્ષણ અને નાગરિક ઉપયોગ માટે સમુદ્રી અને ભૂ-ભૌતિક ડેટા પણ એકત્રિત કરશે.

આ ડેટા એક્વિઝિશન સિસ્ટમ્સ, ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ્સ (છેંફજ), રિમોટલી ઓપરેટેડ વ્હીકલ્સ (ઇર્ંફજ), લોંગ-રેન્જ પોઝિશનિંગ સિસ્ટમ્સ અને ડિજિટલ સાઇડ સ્કેન સોનાર જેવા અત્યાધુનિક હાઇડ્રોગ્રાફિક ઉપકરણોથી સજ્જ છે. આ જહાજ ૩૦ ઑક્ટોબર ૨૦૧૮ના રોજ હસ્તાક્ષર કરાયેલા ચાર સર્વે જહાજો માટેના કરારનો એક હિસ્સો છે. આ જ ક્લાસના અગાઉના ત્રણ જહાજો – INS સંધાયક,INS નિર્દેશક અને INS ઈક્ષક – અનુક્રમે ફેબ્રુઆરી ૨૦૨૪, ડિસેમ્બર ૨૦૨૪ અને નવેમ્બર ૨૦૨૫માં કાર્યરત થયા હતા. આ જહાજોમાં પણ ખર્ચના હિસાબે ૮૦%થી વધુ સ્વદેશી સામગ્રી ઉપયોગમાં લેવાયેલ છે.

GRSEના અન્ય પ્રોજેક્ટ્સ

GRSE વર્તમાનમાં નેવી માટે ઘણા અન્ય મહત્ત્વપૂર્ણ યુદ્ધ જહાજાે બનાવી રહ્યું છે.

– એક પ્રોજેક્ટ ઍડ્વાન્સ સ્ટીલ્થ ફ્રિગેટ

– ચાર ASW-SWC

– ચાર નેક્સ્ટ-જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ્સ

આ ઉપરાંત શિપયાર્ડ ૩૦ અન્ય જહાજો નું નિર્માણ કરી રહ્યું છે, જેમાંથી ૧૩ નિકાસ માટે છે. GRSC પાંચ નેક્સ્ટ-જનરેશન કોર્વેટ્સના નિર્માણ માટે એક મહત્ત્વપૂર્ણ કરારને અંતિમ સ્વરૂપ આપવાના અંતિમ તબક્કામાં પણ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.