Last Updated on by Sampurna Samachar
રાહુલ ગાંધીને હાઈકોર્ટનો મોટો ઝટકો, બેવડી નાગરિકતા કેસમાં નોંધાશે FIR
કોર્ટે કહ્યું છે કે, રાજ્ય સરકાર કાં તો પોતે તપાસ કરે અથવા સેન્ટ્રલ એજન્સીને રિફર કરીને તપાસ કરાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા મામલે મુશ્કેલીઓ વધી ગઈ છે. અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે.

બેવડી નાગરિકતા સાથે જોડાયેલા આ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે શુક્રવારે આ ચુકાદોઆપ્યો હતો. કોર્ટે કહ્યું છે કે, રાજ્ય સરકાર કાં તો પોતે તપાસ કરે અથવા સેન્ટ્રલ એજન્સીને રિફર કરીને તપાસ કરાવે, પરંતુ આ આરોપ તપાસનો વિષય છે. આ મામલો રાયબરેલી ટ્રાયલ કોર્ટમાંથી ફગાવી દેવામાં આવ્યાબાદ હાઈકોર્ટ પહોંચ્યો હતો. હાઈકોર્ટે નીચલી અદાલતના ર્નિણયને પલટી નાખ્યો છે.
સુનાવણી માટે ૧૫ એપ્રિલની તારીખ નક્કી કરી
અરજીમાં ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના લખનઉ સ્પેશિયલ MP-MLA કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યોછે. આ આદેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માગને ફગાવી દેવામાં આવી હતી. નીચલી અદાલતે કહ્યુંહતું કે, નાગરિકતાનો મુદ્દો નક્કી કરવાનો અધિકાર તેની પાસે નથી. અરજીકર્તાએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધીને વિગતવાર તપાસની માગ કરી છે. ત્યારબાદ હાઈકોર્ટે મામલાની સુનાવણી માટે ૧૫ એપ્રિલની તારીખ નક્કી કરી હતી.
બીજી તરફ સુલતાનપુર જિલ્લાની MP-MLA કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસની શુક્રવારે સુનાવણી ટળીગઈ હતી. સ્ઁ–સ્ન્છ કોર્ટમાં હવે ૨૨ એપ્રિલે આગામી સુનાવણી થશે. શુક્રવારે આ મામલે દલીલો થવાની હતી, પરંતુ ફરિયાદી પક્ષે મુલતવી રાખવાની માગ કરી હતી. ૮ વર્ષ જૂના નિવેદન અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
આ વિવાદ ગૃહમંત્રી અમિત શાહ પર કરવામાં આવેલી ટિપ્પણી સાથે જોડાયેલો છે. ભાજપના નેતા વિજયમિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં રાહુલ ગાંધી પોતાનું નિવેદન નોંધાવી ચૂક્યાછે.