વાહન ચાલકોને રાહત આપવા કેન્દ્ર સરકાર કરી રહી છે વિચાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર

હજુ આખરી ર્નિણય લેવાયો નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)

હવે દેશભરના ડ્રાઈવરો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઈસન્સની વેલિડિટીનો સમયગાળો વધારવા પર વિચાર કરી રહી છે. રિપોર્ટ અનુસાર, આવી સ્થિતિમાં જો સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે છે, તો ડ્રાઇવિંગ લાઇસન્સ હવે ૨૦ વર્ષની જગ્યાએ ૫૦ વર્ષની વય સુધી માન્ય રહી શકશે. સરકારના આ નવા પ્રસ્તાવનો હેતુ લોકોને વારંવાર લાઇસન્સ રિન્યુઅલની પ્રક્રિયામાંથી રાહત આપવાનો અને પરિવહન સેવાઓને વધુ સરળ અને ડિજિટલ બનાવવાનો છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર ડ્રાઇવિંગ લાઈસન્સની વેલિડિટી વર્તમાન ૨૦ વર્ષથી વધારીને ૫૦ વર્ષ કરવાની દરખાસ્ત પર વિચાર કરી રહી છે. જોકે હજુ આખરી ર્નિણય લેવાયો નથી અને ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે. નોંધનીય છે કે હાલના નિયમો હેઠળ ડ્રાઈવિંગ લાઈસન્સ ૨૦ વર્ષ સુધી માન્ય રહે છે. આ પછી લાઇસન્સ ધારકોએ લાઈસન્સ રિન્યુ કરાવવું પડે છે અને ઘણા કિસ્સામાં મેડિકલ સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજો જમા કરાવવા પડે છે.

રોડ સેફ્ટીને મજબૂત કરવા માટે નવી સિસ્ટમ પર થઇ શકે નિર્ણય

જો સરકારની આ નવી દરખાસ્ત લાગુ કરવામાં આવશે તો કરોડો લોકોને પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે RTO માં વારંવાર જવાની જરૂર નહીં પડે. સરકારનું માનવું છે કે આનાથી નાગરિકો માટે પ્રક્રિયા સરળ બનશે અને સમયની પણ બચત થશે.

સરકાર માત્ર લાઈસન્સના નિયમોમાં ફેરફાર કરવા પુરતી સીમિત રહેવા માંગતી નથી. મંત્રાલય વાહન માલિકી ટ્રાન્સફર અને પરમિટ રિન્યુઅલ જેવી સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવાની દિશામાં પણ કામ કરી રહ્યું છે. આનાથી લોકોને કાગળની કામગીરી અને આરટીઓ ઓફિસોમાં લાંબી કતારોમાંથી રાહત મળી શકે છે. સૂચિત સિસ્ટમમાં લાઈસન્સ, પરમિટ અને અન્ય સેવાઓ સંબંધિત ફી ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાઈસન્સની સાથે સરકાર રોડ સેફ્ટીને મજબૂત કરવા માટે નવી સિસ્ટમ પર પણ વિચાર કરી રહી છે. આ યોજના હેઠળ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઇવરોને “નેગેટિવ પોઈન્ટ્સ” આપી શકાય છે. જો ડ્રાઇવર વિરુદ્ધ વારંવાર ઉલ્લંઘન નોંધવામાં આવે છે તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ પણ થઈ શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.