Last Updated on by Sampurna Samachar
જ્યોર્જિયાની મત્કારી નદીમાંથી સંદિગ્દ હાલતમાં મૃતદેહ મળ્યો
જ્યોર્જિયાની યુનિવર્સિટીમાં MBBS નો કરતો હતો અભ્યાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફરી એકવાર વિદેશમાં ગુજરાતી વિદ્યાર્થીના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યોર્જિયામાં ૧૬ દિવસથી ગુમ બાયડના મેડિકલ વિદ્યાર્થીનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અમદાવાદમાં રહેતા અને મૂળ બાયડ તાલુકાના આમોદરા ગામના ૨૩ વર્ષીય વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનું કરુણ મોત નિપજ્યું છે. જ્યોર્જિયાની કાકેસસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં MBBS ના છેલ્લા વર્ષમાં ધ્વનિત અભ્યાસ કરતો હતો. ત્યારે ધ્વનિતની હત્યા કરાઈ હોવાની પરિવારને આશંકા છે.

જ્યોર્જિયામાં એક ભારતીય નાગરિકના લાપતા હોવાની ખબર આવી હતી. ૧૪ મેના રોજ ભારતીય મેડિકલ વિદ્યાર્થી રાજદીપ લાપતા હતો, જેની હવે મોતની ખબર સામે આવી છ. આ વચ્ચે જ્યોર્જિયાની મત્કારી નદીમાંથી સંદિગ્દ હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે. જેની ઓળખ લાપતા યુવક ધ્વનિત તરીકે થઈ છે.
સાસંદે તાત્કાલીક વિદેશ મંત્રીને પત્ર લખી જાણ કરી
જ્યોર્જિયા પોલીસે ધ્વનિતના મોટાભાઈ મિહિર રાજદીપના ડીએનએન સેમ્પલ લીધા છે. નદીમાંથી મળેલો મૃતદેહ લાંબા સમયથી પાણીમાં રહેલો હોવાતી તે ક્ષતવિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. ડીએનએ પરીક્ષણ બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે, આ મૃતદેહ ધ્વનિતનો છે.
૨૩ વર્ષીય ધ્વનિત જ્યોર્જિયાની કોકેશસ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો. તે ૧૪ મેથી રહસ્યમયી સ્થિતિમાં લાપતા થયો હતો. આ મામલે ધ્વનિતના માતાપિતા મયુર રાજદીપ અને ધર્મિષ્ઠા રાજદીપે ભારતીય મકાન માલિક અનિલને લઈને સવાલો ઉઠાવ્યા હતા. જેના ઘરમાં ધ્વનિત પહેલેથી ભાડેથી રહેતો હતો. પરિવારે બંનેની વચ્ચે કથિત વિવાદને લઈને સવાલ ઉઠાવ્યા હતા.
અમદાવાદના વિરાટ નગર ખાતે રહેતા રાજકીય પરિવારનો દિકરો ધ્વનિત જ્યોર્જીયામાં મૃત મળી આવતા પરિવાર પર આફત આવી છે. ધ્વનિત રાજદૂપ ચાર વર્ષ અગાઉ મેડીકલની અભ્યાસ માટે જ્યોર્જીયા ગયો હતો તે જ્યોર્જિયાની કોકસસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ખાતે સ્મ્મ્જીનો અભ્યાસ કરતો હતો તેના નવમા સેમીસ્ટરનો અભ્યાસ ચાલુ હતો.
દરમિયાન ૧૪ મેના રોજ ધ્લનીતની માતા ધર્મીષ્ઠાબેન સાથે તેની વાત થઇ હતી ત્યાર બાદ તેનો કોઇ સંપર્ક થયો ન હતો. પરિવારે જણાવ્યું હતું કે, તેનો રૂમ પાર્ટનર અનિલ તથા અનિલની ગર્લફ્રેન્ડ માન્યા સતત તેને માનસિક ત્રાસ આપતા હતા, જેથી ધ્વનિતે રૂમ પણ બદલી લીધો હતો. પણ કેટલોક સામાન લેવા ગયો, ત્યારે અનિલે તેને રૂમમાં પૂરી દીધો હતો. તેની પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ બાદ પરિવારે ધ્વનિતને અમદાવાદ પરત આવવા જણાવ્યું હતું.
ધ્વનિત ૧૪ મેના સવારે પાસપોર્ટ લઇ ભારત આવવા માટે એરપોર્ટ રવાના થયો હતો, ત્યાર બાદથી તેનો ફોન સતત બંધ આવતો હતો. જેના બાદથી તેનો કોઈ સંપર્ક થયો ન હતો. ધ્વનિતનો કોઇ સંપર્ક ન થતાં તેનો મોટો ભાઈ જ્યોર્જીયા ગયો હતો, પણ તેની કોઈ ભાળ મળી ન હતી. છેવટે પરિવારે અમદાવાદ પશ્વિમના સાંસદ દિનેશ મકવાણા પાસે મદદ માંગી હતી. સાસંદે તાત્કાલીક વિદેશ મંત્રીને પત્ર લખી દિકરાની ભાળ મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી.