Last Updated on by Sampurna Samachar
ભત્રીજાએ કાકીને પાવડાના ઘા ઝીંકી પતાવી દીધી
બચાવવા માટે વચ્ચે પડેલા બે બાળકો પણ ઘાયલ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં પારિવારિક વિવાદે ભયાનક સ્વરૂપ લીધું છે, જ્યાં એક ભત્રીજાએ પોતાની જકાકીની હત્યા કરી દીધી. ઘટના મહુઆડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર બનહર ગામની છે, જ્યાં બુધવારેમોડી રાત્રે બે પરિવારો વચ્ચે બોલાચાલી એટલી વધી ગઈ કે મામલો હિંસામાં ફેરવાઈ ગયો હતો.

પોલીસનાજણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ ૪૨ વર્ષીય રવીતા દેવી તરીકે થઈ છે, જે ઉમેશ વિશ્વકર્માના પત્ની હતા. ઉમેશ હાલ વિદેશમાં કામ કરે છે. જાણવા મળી રહ્યું છે કે, બંને પરિવારો પરસ્પર સંબંધી છે અને કોઈ જૂનાવિવાદને લઈને તેમની વચ્ચે દલીલબાજી ચાલી રહી હતી.
કેટલાક સભ્યોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા
આ દરમિયાન ગુસ્સામાં આવીને આરોપી યુવકે પાવડા વડે રવીતા દેવી પર હુમલો કરી દીધો હતો. તેણે તેમનામાથા અને ગરદન પર અનેક ઘા કર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈને ઘટનાસ્થળે જ ઢળી પડ્યાહતા.
ઘટના સમયે બે બાળકો બચાવવા માટે ગયા હતા, પરંતુ તેઓ પણ ઘાયલ થયા હતા. ઘટના બાદ પરિવારજનોઅને સ્થાનિક લોકો રવીતા દેવીને તરત જ મહર્ષિ દેવરાહા બાબા મેડિકલ કોલેજ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએતેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી આખા ગામમાં સનસનાટી મચી ગઈ છે અને વિસ્તારમાં તણાવનોમાહોલ છે.
માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સંજય રેડ્ડી અને મહુઆડીહ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જઅમિત કુમાર રાય પોલીસ ફોર્સ સાથે ગામમાં પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, મુખ્ય આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયો છે, જ્યારે તેના પરિવારના કેટલાક સભ્યોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.
પોલીસનું કહેવું છે કે, હત્યાની આ ઘટના પારિવારિક વિવાદનું પરિણામ છે. આરોપીની શોધમાં સતત દરોડાપાડવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીઆપવામાં આવ્યો છે અને ગામમાં સાવચેતીના ભાગરૂપે વધારાની પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.