Last Updated on by Sampurna Samachar
પત્નીનું અફેર હોવાથી પતિ આત્મહત્યા કરે એ ઉશ્કેરણી ન માની શકાય
છત્તીસગઢ હાઈકોર્ટના જૂના આદેશને રદબાતલ ઠેરવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક સીમા ચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથીના ગેરકાયદે સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર)થી પરેશાન થઈને આત્મહત્યા કરે છે, તો માત્ર આસંબંધોના આધારે પાર્ટનર પર આત્મહત્યા માટે ઉકસાવવાનો(દુષ્પ્રેરણ) કેસ ચલાવી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અતુલ ચંદુરકરની બેન્ચે આ મામલે મહત્ત્વની સ્પષ્ટતાકરી છે. તેમણે જણાવ્યું કે, આત્મહત્યા માટે ઉકસાવવાનો ગુનો ત્યારે જ ગણાય જ્યારે આરોપીએકોઈ એવું સક્રિય કામ કર્યું હોય જેનાથી વ્યક્તિ મરવા માટે મજબૂર થઈ જાય. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, સામેવાળીવ્યક્તિનો ઈરાદો સ્પષ્ટપણે મૃતકને આત્મહત્યા તરફ ધકેલવાનો હોવો જોઈએ.
માનસિક તણાવને કારણે પતિએ આત્મહત્યા કરી
કાયદાની નજરમાં ઉકસાવવુંએટલે એવું કોઈ પગલું, જેના કારણે પીડિત વ્યક્તિ પાસે જીવ ટૂંકાવવા સિવાય અન્ય કોઈ રસ્તો જ ન બચ્યોહોય. માત્ર માનસિક દબાણ કે તણાવને ઉકસાવવા સમાન ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલે છત્તીસગઢહાઈકોર્ટના જૂના આદેશને રદબાતલ ઠેરવ્યો છે. હાઈકોર્ટે અગાઉ એવી દલીલ સાથે કેસ ચલાવવાની મંજૂરીઆપી હતી કે, પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોથી થતા માનસિક તણાવને કારણે પતિએ આત્મહત્યા કરીહતી.
જો કે, સુપ્રીમ કોર્ટે પત્નીના પ્રેમી વિરુદ્ધનો કેસ ખારીજ કરતા સ્પષ્ટ કર્યું કે, માત્ર અનૈતિક સંબંધો હોવા એઆત્મહત્યા માટે ઉકસાવવાનો ગુનો સાબિત કરવા માટે પૂરતું નથી. કોર્ટે અવલોકન કર્યું કે આરોપીએ કોઈ એવુંગુનાહિત કાર્ય કર્યું હોય કે જેનાથી મૃતકને મરવા માટે સીધી કે આડકતરી મદદ મળી હોય, તેવા કોઈ નક્કરપુરાવા રેકોર્ડ પર જાેવા મળ્યા નથી.
ચુકાદામાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આત્મહત્યા અને ઉકસાવવાની ઘટના વચ્ચે સીધો અને તાત્કાલિકસંબંધ હોવો જાેઈએ. માત્ર માનસિક તણાવ કે સંબંધોની જાણ થવી એ કાયદાની નજરમાં ગુનો ઠેરવવા માટેપૂરતું નથી. ઉલ્લેખનીય છે કે, આ રાહત માત્ર અપીલ કરનાર પત્નીના પ્રેમીને જ મળી છે. મૃતકની પત્ની આકેસમાં સહ–આરોપી છે, પરંતુ તેણે ટ્રાયલને પડકાર્યો ન હોવાથી તેની સામેનો કેસ યથાવત રહેશે. અદાલતેઅંતમાં સારાંશ આપ્યો કે ઉકસાવવાના કૃત્યને સાબિત કરવા માટે નક્કર પુરાવા હોવા અનિવાર્ય છે.