Last Updated on by Sampurna Samachar
કેન્સરની સામે લડી આરવે ધો.૧૦માં ૯૬.૬% મેળવ્યા
આરવે હાર ન માની, જ્યારે તે હોસ્પિટલમાં દાખલ હતો, ત્યારે પણ તે મોબાઈલ દ્વારા ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કહેવાય છે કે કદમ ડગમગતા હોય તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને સાર્થક કરી છે દિલ્હીના આરવ વત્સે. કારણ કે જે ઉંમરમાં બાળકો મિત્રો સાથે રમવામાં મશગૂલ હોય છે, તે ઉંમરે આરવ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યો હતો. પરંતુ આ જંગની વચ્ચે પણ તેણે પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો.

હવે આરવનું પરિણામ જોઈને પરિવારજનો સહિત સગા–સંબંધીઓ અને શિક્ષકો પણ ચોંકી ગયા છે. આરવે બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષામાં ૯૬.૬% મેળવીને બધાને ચોંકાવીદીધા છે.
મોબાઈલ દ્વારા ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતો
આ અંગે આરવના પિતા અજય વત્સ, જેઓ પોતે એક ડોક્ટર છે, તેઓ જણાવે છે કે, વર્ષ ૨૦૨૨માં આરવનેકે ન્સર ડિટેક્ટ થયું હતું. જે બાદ તેના કરોડરજ્જુની મોટી સર્જરી થઈ હતી. લગભગ એક વર્ષ સુધી આરવ ઘ રઅને હોસ્પિટલ વચ્ચે જ રહ્યો. પરંતુ આરવે હાર ન માની. જ્યારે તે હોસ્પિટલમાં દાખલ હતો, ત્યારે પણ તે મોબાઈલ દ્વારા ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતો હતો.
અજય વત્સનું કહેવું છે કે, પરિવારને જરાય આશા નહોતી કે આરવ પરીક્ષામાં પાસ થશે. કારણ કે બીમારીઅને સારવારના ભારે બોજની વચ્ચે અભ્યાસ કરવો ખૂબ જ મશ્કેલ હતો. પરંતુ જ્યારે આરવનું પરિણામ આવ્યું, ત્યારે અમારી પાસે શબ્દો જ ન હતા. આરવે પોતાની મહેનતથી અમને બધાને નિ:શબ્દ કરી દીધા છે.
આરવને ગણિતમાં ખૂબ જ ઊંડી રુચિ છે. તે ભવિષ્યમાં એસ્ટ્રોફિઝિક્સનો અભ્યાસ કરવા માંગે છે. તેનું સપનું છે કે એક દિવસ તે ISRO અથવા NASA માં રિસર્ચર તરીકે કામ કરે. ખાલી સમયમાં આરવ પ્રેરણાદાયી મહાપુરુષોની પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. આ વર્ષે CBSE બોર્ડનું ધોરણ ૧૦નું પરિણામમાંદિલ્હીનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. દિલ્હીની કુલ પાસ ટકાવારી ૯૭.૩૮% રહી છે. પશ્ચિમ દિલ્હી (૯૭.૪૫%) પૂર્વદિલ્હી (૯૭.૩૩%) કરતાં થોડી આગળ રહી છે. પરંતુ આરવ જેવા વિદ્યાર્થીઓની સફળતાએ આ આંકડાઓનેવધુ ગૌરવશાળી બનાવી દીધા છે.