Last Updated on by Sampurna Samachar
સૂર્યકુમાર યાદવને T ૨૦ કેપ્ટન પદેથી હટાવવામાં આવી શકે
હાલમાં ૨૦૨૭ના વનડે વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત છે, પરિણામે પસંદગીકારોએ ટીમના ભાવિ નેતૃત્વ પરવિચારી રહ્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૦૨૮ના T ૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા કેવી હશે તેની યોજના અત્યારથી બનાવવામાં આવી રહી છે. સૂર્યકુમારયાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે ૨૦૨૬નો T ૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તાજેતરના અહેવાલો અનુસારપસંદગી સમિતિ શ્રેયસ ઐયરને T ૨૦ ટીમની કેપ્ટનશીપ સોંપવા માટે ઉત્સુક છે.

આનો અર્થ એ થાય કે ટીમમાંસૂર્યકુમાર યાદવનું સ્થાન જાેખમમાં હોય તેવું લાગે છે, કારણ કે તે લાંબા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરીરહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવના કાર્યકાળ પછી T ૨૦ ટીમની કમાન શ્રેયસ ઐયરનેસોંપવામાં આવી શકે છે. શ્રેયસ પાસે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કેપ્ટનશીપનો વ્યાપક અનુભવ છેઅને હાલમાં તે ૨૦૨૬ની IPL સીઝનમાં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે.
કેકેઆર ટીમે ઐયરની કેપ્ટન શીપહેઠળ ટ્રોફી જીતી
બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે ઐયરે છેલ્લે ૨૦૨૩માં ટી૨૦આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને હાલમાં તે ટીમનો ભાગ નથી.
તેને ટીમમાં પાછો લાવવો અને અચાનક તેને કેપ્ટનશીપ સોંપવી એ એક મહત્વપૂર્ણ ર્નિણય હશે. હાલમાં ૨૦૨૭ના વનડે વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત છે, પરિણામે પસંદગીકારોએ ટી૨૦ ટીમના ભાવિ નેતૃત્વ પર વિચાર–વિમર્શ કરવા માટે જરૂરી સમય શોધી કાઢ્યોછે.
શ્રેયસ ઐયર કેપ્ટન તરીકે બહોળો અનુભવ ધરાવે છે. ૨૦૧૮માં ઐયરે દિલ્હી ડેરડેવિલ્સના કેપ્ટન તરીકે નિયુક્તથયો હતો. તેના નેતૃત્વમાં જ દિલ્હી ફ્રેન્ચાઇઝ ૨૦૨૦ આઈપીએલ સીઝનની ફાઇનલમાં પહોંચી હતી. ૨૦૨૨માં તે કોલકાતા નાઈટ રાઇડર્સ માં જાેડાયો અને માત્ર બે વર્ષ પછી ૨૦૨૪માં કેકેઆર ટીમે ઐયરની કેપ્ટન શીપહેઠળ ટ્રોફી જીતી.
તેણે પંજાબ કિંગ્સનું નસીબ પણ બદલી નાખ્યું છે. ૨૦૧૪થી ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહેલી પંજાબ ટીમનેશ્રેયસ ઐયરે તેના નેતૃત્વમાં ૨૦૨૫ની ફાઈનલમાં પહોંચાડી હતી. વધુમાં ઐયરનું ચાલુ IPL સીઝનમાં કેપ્ટનતરીકે શ્રેષ્ઠ પ્રદર્શન યથાવત છે. પંજાબ વર્તમાન સીઝનમાં હજુ સુધી એકમાત્ર અપરાજિત ટીમ છે, જે પોઈન્ટટેબલમાં ટોપ પર છે.