Last Updated on by Sampurna Samachar
કાળા જાદુના કારણે મોજતબા ખામેનેઈ છૂપાઈ ગયા છે?
એેવો દાવો થઈ રહ્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ ભલે યુદ્ધની સ્થિતિ જોવા નથી મળી રહી પરંતુ એક સમયે એવી ભીષણ તબાહી મચી હતી કે ઈરાનના અનેક ટોપ લીડર્સનો ખાતમો બોલાઈ ગયો. સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ પણ મૃત્યુ પામ્યા. હવે એવો દાવો થઈ રહ્યો છે કે અમેરિકી હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પણ ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમનો ચહેરો મહંદઅંશે બળી ચૂક્યો છે.

તેમને બોલવામાં તકલીફ પણ થઈ રહી છે અને એટલું જ નહીં તેઓ જાહેરમાં નથી દેખાતા કારણ કે કાળા જાદુનો ડર છે. એવો ડર છે કે તેમની નવી તસવીરોનો ઉપયોગ ઈઝારાયેલ જાદુ ટોણા માટે કરી શકે છે અને તેમના સ્વાસ્થ્ય અને દિમાગ ઉપર પણ હુમલો થઈ શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ મોજતબા ખામેનેઈએ વાતચીતમાં પડતી મુશ્કેલીઓને કારણે ર્નિણય લેવાનો હક રિવોલ્યુશનરી ગાર્ડના જનરલોને આપ્યો છે.
હુમલામાં ખામેનેઈનો ચહેરો અને હાથ ખરાબ રીતે બળી ગયા
મોજતબા ખામેનેઈ સુધી મેસેજ લખીને ભરોસાપાત્ર હ્યુમન ચેન દવારા પહોંચાડવામાં આવે છે. તેમને કોસ્મેટિક સર્જરીની જરૂર પડશે, ઈજા બાદ તેમને બોલવામાં મુશ્કેલી પડે છે. ઈઝરાયેલ અને અમેરિકાના હુમલામાં ખામેનેઈનો ચહેરો અને હાથ ખરાબ રીતે બળી ગયા હતા અને તેમના એક હાથની પણ સર્જરી થઈ હતી.
જો કે ધીરે ધીરે તેઓ ઠીક થઈ રહ્યા છે. હુમલામાં મોજતબાનો એક પગ પણ ઈજાગ્રસ્ત થયો હતો અને તેઓ નકલી અંગ લગાવવાની રાહ જોઈ રહ્યા છે. જો કે આટલી ઈજા છતાં તેમનું માનસિક સ્થિતિ સારી છે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન પોતે એક હાર્ટ સર્જન છે અને તેઓ મોજતબા ખામેનેઈની સારવારમાં મદદ કરી રહ્યા છે. તેમના સુધી બહું ઓછા લોકોની પહોંચ છે. કારણ કે તેઓ સંપૂર્ણ રીતે ડોક્ટરોની એક ટીમથી ઘેરાયેલા છે. આ ઉપરાંત ઈરાનને કાળા જાદુનો પણ ડર છે. એવો દાવો થઈ રહ્યો છે કે કાળા જાદુના ડરના કારણે મોજતબા ખામેનેઈ સંતાઈને રહે છે.
ઈરાનની નેશનલ સિક્યુરિટી કમિશનના સભ્ય સાલાર વિલાયતમાદારે કહ્યું કે મોજતબા ખામેનમેઈની સુરક્ષા અંગે સુરક્ષા અધિકારીઓની સાથે સાથે ધાર્મિક વિદ્વાનો, કોમ અને મહશાદના ઉલેમાએ પણ ખુબ મહત્વનો ર્નિણય લીધો છે. આ ર્નિણયમાં કહેવાયું છે કે મોજતબાનો કોઈ પણ નવો ફોટો કે વીડિયો સાર્વજનિક કરવામાં નહીં આવે.