Last Updated on by Sampurna Samachar
પૈસા પરત નહિ કરીને રૂ ૩૬ લાખની છેતરપિડી આચરી
પોલીસે આરોપીને પકડી આગળની તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં પોન્ઝી સ્કીમનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ સીનીયર સિટીઝનને ટાર્ગેટ કરીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. પોન્જી સ્કીમમા રોકાણ કરાવીને ડ્રોના નામે ઠગાઈ આચરતો હતો. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી વિજય અગ્રવાલની ઠગાઈ કેસમા ધરપકડ કરવામા આવી છે. આ ઠગ પોન્જી સ્કીમ દ્વારા સીનીયર સિટીઝનને ટાર્ગેટ કરીને છેતરપિડી આચરતો હતો.
ઘટનાની વાત કરીએ તો અમરાઈવાડીમા પાર્લરમા નોકરી કરતો આરોપી વિજય અગ્રવાલ ખરીદી કરવા આવતા સીનીયર સીટીઝનને પોન્જી સ્કીમની લાલચ આપીને ઠગાઈ આચરતો હતો. જ્યાં અમરાઈવાડીના એક સીનીયર સીટીઝન ઘરની ચીજ વસ્તુની ખરીદી કરવા પાર્લર પર ગયા. ત્યારે આરોપી વિજય અગ્રવાલ સાથે પરિચય થયો હતો.
લોકોને ચૂનો લગાવ્યા બાગ નામ બદલીને ફરતો આરોપી
વર્ષ ૨૦૧૪માં વિજય અગ્રવાલે વૃદ્ધને ડ્રોની સ્કીમ લાલચ આપી હતી.. જેથી વૃધ્ધએ પોતાના અને સગા સંબંધીઓના આ ડ્રોની સ્કીમમાં રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ પોન્ઝી સ્કીમમાં માસિક રૂ.૪ હજાર અને રૂ ૧ હજારની રોકાણ કરવાની સ્કીમમા ૩૯ ડ્રો કર્યા હતા.. પરંતુ પૈસા પરત નહિ કરીને રૂ ૩૬ લાખની છેતરપિડી આચરી આરોપી ફરાર થઈ ગયો હતો. જેની બાતમી અમરાઈવાડી પોલીસને મળતા આરોપીની ધરપકડ કરવામા આવી છે..
પોલીસ તપાસમા સામે આવ્યુ છે કે આરોપી વિજય અગ્રાવલ શ્રી રામ મિત્ર મંડળ નામે સ્કીમ ચલાવતો હતો.. ૨૦૧૫ થી ૨૦૧૮ સુધી દર મહિને ૪ હજાર, ૫ હજાર અને ૨ હજારની સ્કીમ રાખીને ડ્રો કરાવતો હતો.. આ ડ્રોમા ઈનામ તરીકે AC , એકટીવા અને TV આપતો હતો.. અને ૩૬ હપ્તા પૂર્ણ થશે તો રોકાણ થયેલી રોકડ પરત આપવાની લાલચ આપતો હતો.. આ પ્રકારે આરોપીએ અનેક લોકોને ચૂનો લગાવ્યો હતો. પોલીસ તપાસમા ૧૫ જેટલા લોકોએ આરોપી વિરૂધ્ધ ફરિયાદ કરી છે.. આ આરોપી કૌભાંડ આચરીને જુદા જુદા વિસ્તારમા નામ બદલીને રહેતો હતો..
પોન્જી સ્કીમના નામે ઠગાઈ કરનાર વિજય અગ્રવાલ રોકાણકારોને ધમકી પણ આપતો હતો. એટલુ જ નહિ અનેક લોકો આ ઠગનો ભોગ બન્યા હોવાથી પોલીસે લોકોને ફરિયાદ કરવાની અપીલ કરી છે. હાલમા આરોપીની અમરાઈવાડી પોલીસે ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.. આ ઠગે કરેલા કૌભાંડના નાણાનુ શુ કર્યુ.. અને આ ઠગાઈ કેસમા અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહિ તે મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.