Last Updated on by Sampurna Samachar
ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવે પણ ટેરિફ અંગે કરી વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વધતા ટેરિફ અને પ્રતિબંધોનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, તે અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, હવે આ માત્ર આર્થિક ઉપાય નથી રહ્યો, પરંતુ દેશો માટે આપણા હિતોનું રક્ષણ કરવા માટે શક્તિશાળી સાધન બની ગયું છે.
જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં નાણાકીય પ્રવાહ, ઉર્જા પુરવઠો અને ટેકનોલોજી જેવી ઘણી આર્થિક ગતિવિધિઓમાં ઝડપથી એક હથિયાર તરીકે વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે વિશ્વ એક નવા આર્થિક સમીકરણ તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં નીતિઓ અને પ્રતિબંધ એક નવા યુગની વ્યૂહાત્મક સ્પર્ધાનો ભાગ બની ગયો છે.
“આજે વિવિધ ક્ષેત્રોને વિભાજીત કરતી રેખાઓ ભૂસાઈ ગઈ”
જયશંકરે નવી દિલ્હીમાં આયોજિત રાયસીના સંવાદ દરમિયાન “કમિશર્સ અને મૂડીવાદીઓ: રાજકારણ, વ્યવસાય અને નવી વિશ્વ વ્યવસ્થા” પેનલ ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમની આ ટિપ્પણી એવા સમયે થઈ છે, કે જ્યારે અમેરિકાએ ભારત સહિત વિવિધ દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર વિવિધ ટેરિફની જાહેરાત કરી છે.
વધુમાં જયશંકરે કહ્યું કે, આ દુનિયાની વાસ્તવિકતા છે. તમે તમારા વ્યવસાય માટે લડો છો, કારણ કે તમે તમારા રોજગાર માટે લડી રહ્યા છો, તમે તમારી વ્યાપક રાષ્ટ્રીય શક્તિ માટે લડી રહ્યા છો, જેમાં વ્યવસાયનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે. વિશ્વભરના વિકસિત થઈ રહેલા વૈશ્વિક લેવલ પર અલગ અલગ દેશોનાં સંબંધો પર જયશંકરે કહ્યું કે, મને લાગે છે કે આજે વિવિધ ક્ષેત્રોને વિભાજીત કરતી રેખાઓ ભૂસાઈ ગઈ છે. જો તમે આંતરરાષ્ટ્રીય સંબંધો પર નજર જોશો તો, મને લાગે છે કે આજની સંસ્કૃતિ એક દાયકા પહેલાની તુલનામાં ઓછી સંયમિત છે.
આ પહેલા ૧૩ માર્ચે, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે વિવિધ દેશો દ્વારા અમેરિકા પર લાદવામાં આવેલા ટેરિફ પર દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જેમાં ભારત દ્વારા અમેરિકાના વાઇન અને કૃષિ ઉત્પાદનો પર લાદવામાં આવેલા ટેરિફનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો