Last Updated on by Sampurna Samachar
મોબાઇલ ન તોડવા અને મોબાઇલના ડેટાને ડિલીટ ન કરવા સૂચના
આટલી રોકડ ક્યાંથી આવી તેમ પહેલો પ્રશ્ન
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં રોકડ કૌભાંડનું રહસ્ય હજુ પણ અકબંધ છે. જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં રહસ્યમય આગ અને સળગેલી હાલતમાં મળેલી ચલણી નોટો મળી આવવાના મામલાની તપાસ ચાલી રહી છે.
આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે સીધા જજ યશવંત વર્મા પાસેથી ત્રણ પ્રશ્નોના જવાબ માંગ્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાના પ્રશ્નોમાં ઘરમાં આગ લાગવા અને નોટો પકડાવવા અંગે સીધો પ્રશ્ન પૂછ્યો હતો. જણાવી દઈએ કે, જસ્ટિસ વર્માના ઘરમાં ૧૪ માર્ચે એટલે કે, હોળીની રાત્રે આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો હતો, ત્યારે જ રોકડ કૌભાંડનો ખુલાસો થયો હતો.
કોઈ પૈસા કે રોકડ વિશે ખબર નહોતી : યશવંત વર્મા
સુપ્રીમ કોર્ટ પાસે જસ્ટિસ યશવંત વર્મા માટે ત્રણ પ્રશ્નો હતા. પહેલો પ્રશ્ન એ હતો કે, જસ્ટિસ વર્માના ઘરના રૂમમાં પૈસા/રોકડની હાજરીનો તેઓ કેવી રીતે હિસાબ આપે છે ? બીજા પ્રશ્ન એ હતો કે, ઉપરોક્ત રૂમમાંથી મળેલા રોકડનો સ્ત્રોત જણાવો. ત્રીજો મહત્વપૂર્ણ પ્રશ્ન એ હતો કે, ૧૫ માર્ચ ૨૦૨૫ ના રોજ રૂમમાંથી બળી ગયેલી નોટો બહાર કાઢનાર વ્યક્તિ કોણ છે ? સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) જસ્ટિસ વર્માને તેમનો મોબાઇલ ફોન ન તોડવા પણ કહ્યું હતું. તમારા મોબાઇલ ફોનમાંથી કોઈપણ વાતચીત સંદેશાઓ અથવા ડેટાને કાઢી નાખશો નહીં અથવા તેમાં ફેરફાર કરશો નહીં.
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ પણ સુપ્રીમ કોર્ટના આ ત્રણ પ્રશ્નોના સીધા જવાબો આપ્યા છે. પહેલા પ્રશ્નના જવાબમાં, જસ્ટિસ વર્માએ લેખિતમાં કહ્યું કે, મને ક્યારેય ઘરના સ્ટોર રૂમમાં પડેલા કોઈ પૈસા કે રોકડ વિશે ખબર નહોતી. મને કે, મારા પરિવારના કોઈ સભ્યને રોકડ રકમ વિશે કોઈ જાણકારી નહોતી. તેનો મારા કે, મારા પરિવાર સાથે કોઈ સંબંધ નથી.
આગ લાગી તે રાત્રે મારા પરિવારના સભ્યો કે, કર્મચારીઓએ આવી કોઈ ચલણ કે રોકડ જાેઈ ન હતી. બીજા પ્રશ્નના જવાબમાં જસ્ટિસ વર્માએ કહ્યું કે, પહેલા પ્રશ્નના જવાબથી સ્પષ્ટ થાય છે કે, બીજા પ્રશ્નનો જવાબ આપવાનો, એટલે કે રોકડના સ્ત્રોતને સ્પષ્ટ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ત્રીજા પ્રશ્નના જવાબમાં જસ્ટિસ વર્માએ કહ્યું કે, હું આ આરોપને સંપૂર્ણપણે નકારી કાઢું છું કે, અમે સ્ટોર રૂમમાંથી નોટ્સ કાઢી છે. જેમ મેં ઉપરના પ્રશ્નમાં ઉલ્લેખ કર્યો છે, બળી ગયેલી નોટોની બોરીઓ અમને બતાવવામાં આવી ન હતી કે, ન તો સોંપવામાં આવી હતી. રૂમની અંદર લાગેલી આગમાંથી બચાવાયેલો મર્યાદિત કાટમાળ હજુ પણ રહેઠાણના એક ભાગમાં હાજર છે.
પ્રશ્નના જવાબમાં આગળ લખતા, જસ્ટિસ વર્માએ કહ્યું કે જેમ મેં તમને કહ્યું હતું, હું અને મારી પત્ની ૧૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ સાંજે ભોપાલથી ઇન્ડિગો ફ્લાઇટ નંબર ૨૩૦૩ દ્વારા પાછા ફર્યા હતા. તેથી, તેને કથિત રીતે દૂર કરવાનો પ્રશ્ન અમને ખબર નથી. મારા કોઈપણ કર્મચારીએ કોઈપણ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની કોમોડિટી ચલણ કે રોકડ ઉપાડી નથી.
હાલમાં, સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સમિતિ આ મામલાની તપાસ કરી રહી છે. જસ્ટિસ વર્મા વતી સુપ્રીમ કોર્ટે પૂછેલા પ્રશ્નોના જવાબો પણ તપાસ સમિતિને સુપરત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ રોકડ કૌભાંડ બાદ જસ્ટિસ વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.