Last Updated on by Sampurna Samachar
મોતના ત્રણ વર્ષ બાદ ખુલાસો સામે આવ્યો
મામલો છુપાવવામાં ઓસ્ટ્રેલિયાના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્નના મૃત્યુના ત્રણ વર્ષ બાદ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ૩ વર્ષ પછી આ ઘટસ્ફોટથી આખી દુનિયા ચોંકી ગઈ છે. તમને જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલા શેન વોર્નના મૃત્યુએ આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડ ૭૦૮ વિકેટ લેનાર આ દિગ્ગજ ખેલાડીનું ૪ માર્ચ, ૨૦૨૨ના રોજ અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું. આ સમાચાર ચાહકો માટે આઘાતજનક હતા કારણ કે શેન વોર્ન તે સમયે માત્ર ૫૨ વર્ષનો હતો અને તે ક્રિકેટ કોમેન્ટ્રીમાં પણ ઘણો સક્રિય હતો. શેન વોર્નના મૃત્યુની તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે.
ડેઈલી મેઈલના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે શેન વોર્નના થાઈલેન્ડ વિલાના એક રૂમમાંથી સેક્સ ડ્રગ્સ હટાવવામાં આવી હતી, જ્યાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘટનાસ્થળ પર હાજર એક વરિષ્ઠ પોલીસ અધિકારીને કામગરા ધરાવતી ગોળીઓની બોટલ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા હતી.
મામલો હાલમાં સંવેદનશીલ વિષય
આ દવામાં સિલ્ડેનાફિલ સાઇટ્રેટ હોય છે, જે વાયગ્રામાં જોવા મળતું સમાન ઘટક છે. નામ જાહેર ન કરવાની શરતે ડેઈલી મેઈલ સાથે વાત કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે તેમને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ડ્રગ્સ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આ મામલો છુપાવવામાં ઓસ્ટ્રેલિયાના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હોઈ શકે છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે આ મામલો હાલમાં સંવેદનશીલ વિષય છે. તેમણે કહ્યું કે, અમને અમારા ઉપરી અધિકારીઓએ બોટલ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશો ઉપરથી આવી રહ્યા હતા અને મને લાગે છે કે ઓસ્ટ્રેલિયાના વરિષ્ઠ અધિકારીઓ પણ આમાં સામેલ હતા, કારણ કે તેઓ ઈચ્છતા ન હતા કે તેમના મહાન ખેલાડીનો આ રીતે અંત આવે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, સત્તાવાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શેન વોર્નને હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણ વિશે અન્ય કોઈ વિગતો આપવામાં આવી નથી. કામગ્રાની પુષ્ટિ કરવા માટે કોઈ આગળ આવશે નહીં, કારણ કે તે એક સંવેદનશીલ વિષય છે. આ બધા પાછળ પાવરફૂલ માણસો હોઈ શકે છે. ઘટનાસ્થળ પર એક બોટલ હતી, પરંતુ તેણે કેટલી લીધી તે અમને ખબર નથી. ઘટનાસ્થળે ઉલ્ટી અને લોહીના નિશાન હતા, પરંતુ અમને કહેવા પ્રમાણે અમે તેને સાફ કરી નાખ્યું.