વિરાટ કોહલીના ચાહકો માટે દુ:ખદ સમાચાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કોહલી અફઘાનિસ્તાન સામેની ODI  શ્રેણીમાંથી બહાર

BCCI ની કોઇ સત્તાવાર જાહેરાત નહીં

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભારત પ્રવાસ પર અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ એકમાત્ર ટેસ્ટ મેચ બાદ ૩ મેચોની વનડે સિરીઝ રમશે, જેની પ્રથમ મેચ ૧૩ જૂને છે. તમામ દર્શકો વિરાટ કોહલી અને રોહિત શર્માને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમતા જોવા માટે આતુર હતા. કોહલી IPL  ૨૦૨૬ માં શાનદાર ફોર્મમાં પણ હતા, પરંતુ હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે કોહલી આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

IPL  ૨૦૨૬ ફાઇનલ દરમિયાન વિરાટ કોહલી સંપૂર્ણ રીતે ફિટ નહોતો, બેટિંગ દરમિયાન ઘણી વખત ફિઝિયોએ ગ્રાઉન્ડ પર આવવું પડ્યું હતું. જોકે ફાઇનલમાં કોઈ બોલર તેમને આઉટ કરી શક્યો નહોતો. તેમણે ૪૨ બોલમાં અણનમ ૭૫ રન બનાવ્યા હતા, જેના માટે તેમને ‘પ્લેયર ઓફ ધ મેચ‘ પસંદ કરવામાં આવ્યો હતો. કોહલી હેમસ્ટ્રિંગની સમસ્યાથી ઝઝૂમતો જોવા મળ્યો હતો, હવે આ જ કારણે તેઓ અફઘાનિસ્તાન સામેની ૩ મેચોની વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. નોંધનિય છે કે કોહલી હવે માત્ર વનડે જ રમતો હોવાથી તેમના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.

કોહલીના રિપ્લેસમેન્ટમાં કોની પસંદગી થાય તે જોવુ રહ્યું

જોકે BCCI એ હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બીજી તરફ રોહિત શર્માને લઈને બોર્ડ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું હતું કે તેમનું રમવું તેમની ફિટનેસ પર ર્નિભર રહેશે. તેમના હજી સુધી સેન્ટર ઓફ એક્સેલન્સ, બેંગલુરુમાં જવાના કોઈ સમાચાર નથી

હવે સવાલ એ ઊભો થાય છે કે વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે કોની પસંદગી કરવામાં આવે છે. આના માટે યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ દાવેદાર છે. જેની પણ પસંદગી કરવામાં આવશે, તેના માટે આ એક ખૂબ જ સારી તક હશે કારણ કે તે આગામી વર્ષે યોજાનારા વર્લ્ડ કપ માટે પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે છે.

અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ માટે ભારતની સ્ક્વોડ :- શુભમન ગિલ, રોહિત શર્મા*, શ્રેયસ અય્યર (ઉપકપ્તાન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા*, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, પ્રિન્સ યાદવ, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.