ઘરમાં ઘૂસેલા ચોરે સૈફ અને નોકરાણી પર કર્યો હતો હુમલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર મોડી રાત્રે થયેલા હુમલા બાદ ઈજાગ્રસ્ત ખાનને તેનો મોટો પુત્ર ઈબ્રાહિમ રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો હતો. ઈબ્રાહિમને તાત્કાલિક ધોરણે કાર ન મળતાં તે રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો હતો. લીલાવતી હોસ્પિટલ ખાનના બાંદ્રા ઘરથી બે કિમી દૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલા બાદ સૈફનો મોટો પુત્ર ઈબ્રાહિમ, સિક્યોરિટી ગાર્ડ અને તેમનો ડ્રાઈવર તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા.
સૈફ અલી ખાનના ઘરે મોડી રાત્રે ચોર ઘૂસી આવ્યો હતો, તેણે સૈફ અને તેની નોકરાણી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં સૈફને ચપ્પાના છ ઘા માર્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે. જો કે, હજી સુધી તેની વિગતો જાહેર થઈ નથી. પોલીસે સીસીટીવીના આધારે ચોરની ભાળ મેળવી હતી.
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિત ગેદામે કહ્યું કે સૈફ અલી ખાન પર રાતના ૨ વાગ્યાની આજુબાજુ ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાળકોના રૂમમાં બની હતી. સૈફ અલી બાંદ્રામાં પરિવાર સાથે રહે છે અને તેમનું એપાર્ટમેન્ટ સાતમા માળે છે. અમે આ મામલે સૈફ અલી ખાનના ઘરે કામ કરતી મહિલા સ્ટાફની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મહિલા કર્મીને પણ હુમલા વખતે ઈજા થઇ હતી.
આ મામલે હવે મુંબઈના ડીસીપી દીક્ષિત ગેડામનું નિવેદન સામે આવ્યું છે. ગેડામે જણાવ્યું કે, અજાણ્યા શખસ સૈફ-કરીનાના નાના દીકરા જેહના રૂમમાં ઘુસ્યા હતાં. ડીસીપીના નિવેદન મુજબ, અજાણ્યા શખસે કરીના કપૂરની હાઉસકીપર અરિયામા ફિલિપ્સ ઉર્ફે લીમાને પકડી લીધી હતી, જેના કારણે તે જાેરથી બૂમો પાડવા લાગી હતી. રાત્રે ૨ વાગ્યાની આસપાસ શખસ જેહના રૂમમાં ઘુસી ગયો હતો. સૈફ અલી ખાન હાઉસકીપરની બીમો સાંભળીને જ્યારે બહાર આવ્યો, તો આ શખસે એક્ટર પર ધારદાર હથિયારથી હુમલો કરી દીધો. હુમલા બાદ શખસ ફરાર થઈ ગયો હતો.
સૈફ અલી ખાન પોતાના બંને બાળકો તૈમુર અને જેહ સાથે ઘરમાં હાજર હતો. વળી, કરીના કપૂર ખાન પોતાના મિત્રો સાથે પાર્ટીમાં હતી. મુંબઈ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે તમામ સ્ટાફ મેમ્બર અને ઘરની હાઉસકીપર પર પણ શંકા છે. પોલીસે તમામ સ્ટાફની અટકાયત કરી છે. આ સિવાય પોલીસ સહિત તમામના મનમાં એક જ પ્રશ્ન છે કે, આટલી કડક સુરક્ષા વ્યવસ્થા બાદ પણ આખરે સૈફના ઘરમાં કોઈ અજાણ્યો શખસ કેવી રીતે ઘુસી ગયા? જાેકે, સૈફ પોતાના પરિવાર સાથે બિલ્ડિંગના ટૉપ ફ્લોર પર રહે છે