Last Updated on by Sampurna Samachar
ત્રણ નોંધાયેલી રાજકીય પાર્ટીઓ સંપૂર્ણપણે નિષ્ક્રિય
નક્કી કરેલા સમયમાં પાર્ટીએ પોતાનો પક્ષ રજૂ કરવો પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ રાજકીય પાર્ટીઓની નોંધણી રદ થઈ શકે છે. આ ત્રણેય પાર્ટી રાજકીય રૂપે નિષ્ક્રિય છે અને તેમની નિષ્ક્રિયતાનું સંજ્ઞાન લેતા મુખ્ય ચૂંટણી અધિકારીએ ત્રણેય રાજકીય પાર્ટી ઑલ જમ્મુ-એન્ડ કાશ્મીર રિપબ્લિકન પાર્ટી, ઈન્ડિયન પીપુલ્સ કૉન્ફ્રેન્સ અને સોશિયલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટીને કારણ જણાવો નોટિસ જાહેર કરી છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, પ્રદેશમાં વિવિધ રાજકીય પાર્ટીની ગતિવિધિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જોવા મળ્યું કે, ત્રણ નોંધાયેલી રાજકીય પાર્ટીઓ વર્ષ ૨૦૧૯થી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. તેમણે ૨૦૧૯ થી જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો નથી.
મુખ્ય ચૂંટણી અધિકારી યોગ્ય કાર્યવાહી કરી શકે
આ ઉપરાંત, આ પાર્ટીના વર્તમાન સરનામાં કોઈને ખબર નથી, તેથી તેમના અસ્તિત્વ પર પ્રશ્નો ઊભા થાય છે. આ પાર્ટીઓને કારણ જણાવો નોટિસ ફટકારવામાં આવી છે અને તેમનો પક્ષ રજૂ કરવાનું કહેવાયું છે કે કે, કેમ તેમને રજિસ્ટર્ડ પાર્ટીઓની યાદીમાંથી કેમ ન કરવા જોઈએ? આ પાર્ટીઓને ૭ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં સોગંદનામા અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે લેખિતમાં પોતાનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
ચૂંટણી પંચના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ‘જો સંબંધિત પાર્ટીઓ નક્કી કરેલી સમયમર્યાદામાં પોતાનો પક્ષ રજૂ કરવામાં અસમર્થ રહે છે, તો મુખ્ય ચૂંટણી અધિકારી યોગ્ય કાર્યવાહી કરી શકે છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી રાજકારણને સંપૂર્ણપણે સુગમ બનાવવા અને નોંધાયેલા રાજકીય પક્ષોની સક્રિયતા સુનિશ્ચિત કરવાની પ્રક્રિયાનો એક ભાગ છે