Last Updated on by Sampurna Samachar
હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત–રશિયાએ બાજી પલટી
નાયરા એનર્જીની રિફાઇનરીમાં મેન્ટેનન્સ શટડાઉનને કારણે આ કામચલાઉ ઘટાડો જોવા મળ્યો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને દરિયાઈ માર્ગો પરના અવરોધો વચ્ચે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છેકે, તેની પ્રાથમિકતા દેશની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવાની છે. આ માટે ભારતે ફરીથી રશિયા પાસેથી સસ્તું અનેસતત ક્રૂડ મેળવવાની જૂની રણનીતિ તેજ કરી છે.ઙાલમાં જ સામે આવેલા ડેટા મુજબ, ભારતે રશિયા પાસેથી ક્રૂડની આયાતમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે.

માર્ચ ૨૦૨૬માં ભારતે રશિયા પાસેથી પ્રતિદિન ૧.૯૮ મિલિયનબેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. આ આંકડો જૂન ૨૦૨૩ પછીનો સૌથી ઉંચો છે. એપ્રિલની સ્થિતિ અનુસાર એપ્રિલમાં આયાત ઘટીને ૧.૫૭ મિલિયન બેરલ થઈ છે, પરંતુ આ ઘટાડો માંગને કારણે નહીં પણ ટેકનિકલકારણોસર છે. નાયરા એનર્જીની રિફાઇનરીમાં મેન્ટેનન્સ શટડાઉનને કારણે આ કામચલાઉ ઘટાડો જોવા મળ્યો છે.
સૌથી મોટો અને ભરોસા પાત્ર સ્ત્રોત બની રહેશે
ભારત તેની ક્રૂડ ઓઈલની ૯૦% જરૂરિયાતો માટે આયાત પર ર્નિભર છે. નિષ્ણાતોના મતે હવે ભારતીયરિફાઇનરીઓ માટે ક્રૂડની કિંમત કરતા તેની સતત ઉપલબ્ધતા વધુ મહત્વની બની છે. ભારત જેટલું બની શકેતેટલું રશિયન ક્રૂડ ઓઈલ મેળવી રહ્યું છે. જ્યાં સુધી પર્સિયન ગલ્ફમાં સપ્લાય ખોરવાયેલી રહેશે, ત્યાં સુધી રશિયા ભારત માટે સૌથી મોટો અને ભરોસાપાત્ર સ્ત્રોત બની રહેશે.
તેવું અનેક નિષ્ણાંતોનું માનવું છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ર્નિણયો સંપૂર્ણપણે ટેકનિકલ અને વ્યાપારી સદ્ધરતાના આધારે લેવામાં આવે છે.
વૈશ્વિક સ્તરે એક ચિંતાજનક સંકેત એ છે કે, સમુદ્રમાં જમા રહેલ રશિયન ક્રૂડનો સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે. ગયા વર્ષના અંતે આ સ્ટોક ૧૫૫ મિલિયન બેરલ હતો. હવે તે ઘટીને માત્ર ૧૦૦ મિલિયન બેરલ રહી ગયો છે. જેસૂચવે છે કે રશિયન ક્રૂડની વૈશ્વિક માંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને સપ્લાય પર દબાણ વધી રહ્યું છે.
શિયા–યુક્રેન યુદ્ધ બાદ રશિયાએ ભારતને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું. હોર્મુઝ સંકટ વચ્ચે પશ્ચિમએશિયાના રસ્તાઓ અસુરક્ષિત બનતા ભારતને વૈકલ્પિક માર્ગની જરૂર હતી. અર્થતંત્ર પર અસર જોવા મળીરહી છે. ક્રૂડના ભાવ વધતા મોંઘવારી વધે છે, જેને નિયંત્રિત કરવા સરકાર સસ્તું ક્રૂડ ખરીદવા મક્કમ છે