વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિષ્ણુપુર પહોંચ્યા હતા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશે: મોદી

છેલ્લા ૧૫ વર્ષમાં ટીએમસી સરકાર માત્ર જંગલરાજની જેમ ર્નિદય શાસન ચલાવી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન યોજાવાનું છે. આ માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંગાળના પુરુલિયામાં જનસભા સંબોધી બહુમતી સાથે ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણીમાં ક્યારે આગાહી કરતા નથી, ક્યારે બોલતા પણ નથી. તેઓ વર્ષોથી ચૂંટણી લડી રહ્યા અને આગાહીની વાતો ટાળતા રહ્યા છું. તેમણે એમ પણ કહ્યું કે, બંગાળમાં નાની વ્યક્તિથી લઈને ઘરમાં કામ કરનાર વ્યક્તિઓ ભાજપની જ સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

આ સરકારે પ્રજાને ભયભીત કરીને રાખી છે : વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “સાથીઓ, હું સામાન્ય રીતે ચૂંટણીમાં ક્યારેય આગાહી કરતો નથી. શું પરિણામ આવશે તે વિશે હું ક્યારેય બોલતો નથી. હું વર્ષોથી ચૂંટણી લડી રહ્યો છું, પરંતુ હું આવી વાતો ટાળું છું. પરંતુ આ વખતે, જે પણ મળે છે – પછી તે કોઈ નાની વ્યક્તિ હોય કે ઘરમાં કામ કરનાર વ્યક્તિ હોય – દરેકના મોઢે એક જ વાત છે… આ વખતે બધા જ કહે છે કે, ભાજપની સરકાર પાક્કી છે.

આ બધું જાેયા પછી, સાંભળ્યા પછી અને મારા રાજકીય અનુભવના આધારે હું કહી રહ્યો છું કે, આ વખતે ભાજપ ખૂબ જ ભારે બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. અને જ્યારે હું ‘ભારે બહુમતી‘ કહું છું, ત્યારે તેનો અર્થ એ છે કે હું પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે આ વખતે સરકાર ભારે બહુમતીથી ભાજપની જ બનવાની છે.”

વડાપ્રધાન મોદીએ પુરુલિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાયબાઘિની દેવી મેળા મેદાનમાં જનસભાને સંબોધતી વખતે તૃમણૂલ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો કે, ‘બંગાળની પ્રજા હવે ડરના માહોલમાંથી બહાર નીકળી ગઈ છે.

આ વખતે ભાજપની જ સરકાર બનશે. છેલ્લા ૧૫ વર્ષમાં ટીએમસી સરકાર માત્ર જંગલરાજની જેમ ર્નિદય શાસન ચલાવી રહી છે. આ સરકારે પ્રજાને ભયભીત કરીને રાખી છે, ટીએમસીએ જેટલી ર્નિદયતા કરી છે, પ્રજાનો ભાજપ પરનો વિશ્વાસ તેટલો જ મજબૂત થયો છે. જે રીતે આસામમાં કોંગ્રેસને અને ત્રિપુરામાં માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીને ઉખેડી ફેંકવામાં આવી છે, તેવી જ રીતે બંગાળમાં પણ ઈતિહાસનું પુનરાવર્તન થશે.’

પીએમ મોદીએ અત્યંત આક્રમક તેવરમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે, “હું ટીએમસીના તમામ ગુંડાઓ, સિન્ડિકેટ અને ભ્રષ્ટાચારીઓને છેલ્લી તક આપું છું. ૨૯ એપ્રિલ પહેલા પોતપોતાના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી લો, કારણ કે ૪ મે પછી કોઈ બચશે નહીં. તેમણે ઉમેર્યું કે, હવે બંગાળની જનતા બંગાળ ટાઈગર બનીને દહાડી રહી છે કે ‘હવે નહીં સહીએ, ર્નિમમ સરકારને હટાવીને રહીશું‘.

બંગાળની બહેનો માટે પીએમ મોદીએ યોજનાઓનો પટારો ખોલતા જણાવ્યું કે ભાજપ સરકાર બન્યા બાદ, માતૃશક્તિ ભરોસા કાર્ડ: દરેક બહેનને વર્ષે ૩૬,૦૦૦ રૂપિયા મળશે. મહિલાઓને ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે (આયુષ્માન યોજના). દીકરીઓના શિક્ષણ માટે ૫૦,૦૦૦ રૂપિયાની મદદ આપવામાં આવશે. તેમને ૨૧,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય મળશે, જ્યારે બાળકના જન્મ પર કેન્દ્ર સરકાર તરફથી અલગથી ૫,૦૦૦ રૂપિયા અપાશે. મહિલાઓને પાકું ઘર બનાવવા માટે ૧.૫ લાખ રૂપિયાની મદદ અપાશે.

પીએમએ ટીએમસી પર આદિવાસી વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, આખું વિશ્વ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સન્માન કરે છે, પરંતુ ટીએમસીએ તેમનું અપમાન કર્યું છે. બંગાળની બહેનો આ ક્યારેય ભૂલશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, ઘૂસણખોરોને ફાયદો કરાવવા માટે ટીએમસી તમામ કાયદા તોડી રહી છે અને ધર્મના આધારે અનામત આપીને બંધારણનું ગળું ઘોંટી રહી છે.

પીએમએ બાંગ્લા નવ વર્ષ અને અક્ષય તૃતીયાના પાવન અવસર પર બંગાળની જનતાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે બંગાળમાં દરેક સભા પહેલા કરતા મોટી થઈ રહી છે, જે આ ર્નિમમ સરકાર સામેના આક્રોશનું પ્રતિક છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની ૨૯૪ વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજાશે.

રાજ્યના મતદારો ૨૩ એપ્રિલે ૧૫૨ બેઠકો માટે અને ૨૯ એપ્રિલે ૧૪૨ બેઠકો માટે મતદાન કરશે. જ્યારે ૪ મે-૨૦૨૬ના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે. આ વખતે રાજ્યમાં મુખ્ય તૃમણૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટક્કર જાેવા મળવાની છે. મુખ્યમંત્રી મમતા બેનરજી ચોથી વખત સરકાર બનાવવા માટે પ્રયાસો કરી રહી છે, તો ભાજપ શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં બંગાળ પર સત્તા હાંસલ કરવાના પ્રયાસો કરી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.