Last Updated on by Sampurna Samachar
PM એ બિલ પાસ થયાની ખુશી વ્યક્ત કરતાં પોસ્ટ કરી
અમે દરેક નાગરિકની ગરિમાને પ્રાધાન્ય આપવા માટે પ્રતિબદ્ધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં વકફ સંશોધન બિલ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ પગલું સામાજિક-આર્થિક ન્યાય, પારદર્શિતા અને સર્વસમાવેશક વિકાસ તરફના સામૂહિક પ્રયાસમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે.
વડાપ્રધાને કહ્યું કે આ ખાસ કરીને એવા લોકો માટે મદદરૂપ થશે. જેઓ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે, જેમણે અવાજ ઉઠાવવા અને તક બંનેથી વંચિત રાખવામાં આવ્યા છે. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે વર્ષોથી વકફ પ્રણાલી પારદર્શિતા અને જવાબદારીની ઉણપનો પર્યાય બની ગઈ છે. જેના કારણે ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ, ગરીબ મુસ્લિમો અને પસમંદા મુસ્લિમોના હિતોને નુકસાન થઈ રહ્યું છે.
રાજ્યસભામાં ૧૨૮ મતોથી લાંબી ચર્ચા બાદ મંજૂરી
તેમણે કહ્યું, “સંસદના બંને ગૃહોમાં વક્ફ (સુધારા) બિલ અને મુસ્લિમ વક્ફ (રપસંદ) બિલ પસાર થવું એ સામાજિક-આર્થિક ન્યાય, પારદર્શિતા અને સર્વસમાવેશક વિકાસ તરફના સામૂહિક પ્રયાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે.” તેમણે કહ્યું કે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓ પારદર્શિતાને પ્રોત્સાહન આપશે અને લોકોના અધિકારોનું પણ રક્ષણ કરશે.
તેમણે કહ્યું, “અમે દરેક નાગરિકની ગરિમાને પ્રાધાન્ય આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ રીતે આપણે એક મજબૂત, વધુ સમાવિષ્ટ ભારતનું નિર્માણ કરી શકીશું.” વડાપ્રધાને સંસદીય અને સમિતિની ચર્ચામાં ભાગ લેનારા, તેમના વિચારો વ્યક્ત કરવા અને આ કાયદાઓને મજબૂત કરવામાં યોગદાન આપનારા તમામ સંસદસભ્યોનો આભાર માન્યો. તેમણે અસંખ્ય લોકોનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો, તેમણે કહ્યું કે, ‘ફરીથી એકવાર વિવાદ અને સંવાદનું મહત્ત્વ સાબિત થયું છે.’
રાજ્યસભાએ વકફ સુધારા બિલ, ૨૦૨૫ને ૯૫ વિરૂદ્ધ ૧૨૮ મતોથી લાંબી ચર્ચા બાદ મંજૂરી આપી હતી. આ બિલ અંગે સરકારે દાવો કર્યો હતો કે તે દેશના ગરીબ અને દલિત મુસ્લિમો અને આ સમુદાયની મહિલાઓની સ્થિતિ સુધારવામાં ઘણો આગળ વધશે. આ સાથે સંસદે વકફ (સુધારા) બિલ, ૨૦૨૫ અને મુસ્લિમ વક્ફ (રદી) બિલ, ૨૦૨૪ને મંજૂરી આપી હતી. લોકસભાએ રાત્રે લગભગ ૨ વાગ્યે તેમને પસાર કર્યા હતા.
ઉપલા ગૃહે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અનેક સુધારાઓને ફગાવી દીધા હતા. બિલ પર ૧૩ કલાકથી વધુ ચાલેલી ચર્ચાના જવાબમાં લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ૨૦૦૬માં દેશમાં ૪.૯ લાખ વક્ફ મિલકતો હતી અને તેમાંથી કુલ આવક માત્ર ૧૬૩ કરોડ રૂપિયા હતી, જ્યારે ૨૦૧૩માં ફેરફાર કર્યા પછી પણ આવકમાં માત્ર ૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
તેમણે કહ્યું કે દેશમાં કુલ ૮.૭૨ લાખ વક્ફ મિલકતો છે. તેમણે કહ્યું કે બિલમાં મુતવલ્લી માટે જોગવાઈ છે જે વકફ મિલકત, તેના વહીવટ અને દેખરેખનું સંચાલન કરે છે. રિજિજુએ કહ્યું કે, “સરકાર વકફ પ્રોપર્ટીમાં કોઈ પણ રીતે દખલ કરતી નથી.” તેમણે કહ્યું કે આ વિધેયક દ્વારા વકફના મામલામાં મુસ્લિમો સિવાય અન્ય કોઈની દખલગીરી કરવામાં આવશે નહીં અને આ અંગે જે પણ ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે તે પાયાવિહોણા છે.