Last Updated on by Sampurna Samachar
તત્કાલિન મુખ્યમંત્રી બીરેન સિંહના રાજીનામા પછી લાગુ થયુ હતુ
સંસદમાં નોટિસનો સ્વીકાર કરી પ્રસ્તાવ પસાર કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આગામી છ મહિના માટે લંબાવવામાં આવ્યું છે. આ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫થી અમલમાં આવશે. ગત ફેબ્રુઆરી મહિનાથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આ વિશે આપવામાં આવેલા વૈધાનિક સંકલ્પનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

હકીકતમાં, આ સંબંધમાં ગૃહે નોટિસનો સ્વીકાર કર્યો અને પ્રસ્તાવ પસાર કર્યો. જેમાં કહેવામાં આવ્યું કે, આ ગૃહ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના અનુચ્છેદ ૩૫૬ હેઠળ મણિપુરના સંબંધમાં ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ના દિવસે કરાયેલી જાહેરાતને ૧૩ ઓગસ્ટ, ૨૦૨૫ થી આવનારા ૬ મહિનાઓ સુધી લંબાવવાની મંજૂરી આપે છે.
સંઘર્ષમાં અત્યાર સુધી ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ, મણિપુરમાં આ વર્ષે ૧૩ ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી બીરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું, ત્યારબાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડ્યું હતું.
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં ફક્ત ૬ મહિના માટે જ લગાવવામાં આવી શકે છે. મણિપુરમાં પણ રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો ૩૧ ઓગસ્ટે પૂરો થઈ જવા રહ્યો છે. આ પહેલા જ રાજ્યમાં એકવાર ફરી રાષ્ટ્રપતિ શાસને ૬ મહિના સુધી લંબાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, મણિપુરમાં મે, ૨૦૨૩માં કુકી અને મૈતેઈ સંપ્રદાય વચ્ચે જાતીય હિંસા ફેલાઈ છે. આ સંઘર્ષમાં અત્યાર સુધી ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય ૧૦૦૦થી વધુ લોકોએ પોતાનું ઘર છોડીને બીજી જગ્યાએ શિફ્ટ થવું પડ્યું. આ જાતિય હિંસા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આ વર્ષે ફેબ્રુઆરીમાં મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે આ વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૫માં કેન્દ્ર સરકારે રાજ્યમાં વિધાનસભા ભંગ કરી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું હતું.