Last Updated on by Sampurna Samachar
આશરે ૧૨-૧૨ કલાક લાંબી ચર્ચા બાદ બંને ગૃહમાંથી પસાર કરાયું
આ બિલ સામે દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વક્ફ સંશોધન બિલ ૨૦૨૫ હવે કાયદો બની ગયો છે. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા મંજૂરી મળી ગઇ છે. વકફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી પહેલા બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. સંસદ દ્વારા પસાર કરાયેલા વકફ (WAQF) સંશોધન અધિનિયમને રાષ્ટ્રપતિની સંમતિ મળી ગઇ છે.
કેન્દ્રીય લઘુમતી કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વિધેયકને ગૃહમાં રજૂ કર્યું હતું. આશરે ૧૨-૧૨ કલાક લાંબી ચર્ચા બાદ વક્ફ (સંશોધન) વિધેયક ૨૦૨૫ ને બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી.
દેશમાં વિવિધ મુસ્લિમ સંગઠનો કરી રહ્યા છે વિરોધ
લોકસભામાં ૨૮૮ સાંસદોએ વિધેયકના પક્ષમાં જ્યારે ૨૩૨ સાંસદોએ વિરોધમાં મત આપ્યા હતા. જ્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં ૧૨૮ મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધ ૯૫ મત પડ્યા હતા. બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ બિલ પસાર થઇ જતાં તેને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. જ્યાં રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ વક્ફ (સંશોધન) બિલ કાયદો બન્યો છે.
સંસદના બંને ગૃહો દ્વારા વક્ફ સુધારા બિલ પસાર થયા બાદ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેને મંજૂરી આપી દીધી છે. આ નવા કાયદાને કોંગ્રેસ, AIMIM અને આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ અરજીઓ સાથે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં ઘણા મુસ્લિમ સંગઠનો પણ આનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના મતે, આ કાયદો મુસ્લિમ વિરોધી નથી અને તેનો ઉદ્દેશ્ય વક્ફ મિલકતોના ભેદભાવ અને દુરુપયોગને રોકવાનો છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ પણ આ કાયદા અંગે ચિંતા વ્યક્ત કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી હતી. લોકસભામાં વક્ફ સુધારા બિલના પક્ષમાં ૨૮૮ મત પડ્યા અને તેની વિરુદ્ધમાં ૨૩૨ મત પડ્યા. જ્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં ૧૨૮ અને વિરોધમાં ૯૫ મત પડ્યા. રાજ્યસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા તમામ સુધારા પ્રસ્તાવોને ધ્વનિ મતદાનથી નકારી કાઢવામાં આવ્યા હતા.
AIMPLB એ આ બિલ સામે દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. AIMPLB દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, વિજયવાડા, મલપ્પુરમ, પટના, રાંચી, માલેરકોટલા અને લખનૌમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરશે.
સરકારનું કહેવું છે કે આ કાયદાથી મુસ્લિમ મહિલાઓને ફાયદો થશે અને વકફ મિલકતોના સંચાલનમાં પારદર્શિતા સુનિશ્ચિત થશે. એક મહિના પહેલા નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ (BJD) દ્વારા વકફ સુધારા બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, બિલ પર ચર્ચા પછી, BJD એ તેના સાંસદોને મુક્તપણે મતદાન કરવા કહ્યું હતું.