Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા
વિદેશ બાબતોના અનેક મુદ્દાઓ પર કરી વાતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે પાખંડની કોઈ મર્યાદા નથી હોતી. PM મોદીએ ક્યારેય કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી પણ એક અમેરિકન પોડકાસ્ટર સામે બેસવામાં તે સહજ મહેસૂસ કરે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પોડકાસ્ટર અને કમ્પ્યૂટર વૈજ્ઞાનિક લેક્સ ફ્રીડમેન સાથે ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા પોડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ વિદેશ બાબતોના અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી અને તેમની જીવનયાત્રાના વિવિધ પાસાઓ અંગે પણ ચર્ચા કરી.
જ્યારે કોંગ્રેસ (CONGRESS) મહાસચિવ જયરામ રમેશે પોડકાસ્ટ અંગે પ્રતિક્રિયા આપતાં ટીકાને લોકતંત્રનો આત્મા ગણાવવા બદલ વડાપ્રધાન મોદી સામે નિશાન તાક્યું. જયરામ રમેશે PM મોદી પર એવા સંસ્થાનોના આત્માને ખતમ કરી દેવાનો આરોપ લગાવ્યો જે તેમની સરકારને જવાબદાર ઠેરવતી હતી. PM મોદી ટીકાકારોથી હંમેશા બદલો લેવાની ભાવના ધરાવે છે. જે વ્યક્તિ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાનો સામનો કરતા ડરે છે તે એક વિદેશી પોડકાસ્ટર સામે પોતાની જાતને સહજ મહેસૂસ કરે છે.
ગોધરાના રમખાણોને લઈને જુઠ્ઠાં કિસ્સાઓ ઘઢાયા
ઉલ્લેખનીય છે કે PM મોદીએ અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથે પોડકાસ્ટમાં પાકિસ્તાન સાથેના સંબંધોની સાથે સાથે ચીન, અમેરિકા ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધ વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ તેમના જીવનના શરૂઆતના તબક્કા અંગે પણ ચર્ચા કરી. જ્યારે ગોધરા કાંડ અંગે તેમણે કહ્યું કે ગોધરાના રમખાણોને લઈને જુઠ્ઠાં કિસ્સાઓ ઘઢી કાઢવામાં આવ્યા હતા પણ કોર્ટે અમને નિર્દોષ જાહેર કર્યા. ટ્રમ્પ વિશે PM મોદીએ કહ્યું કે બીજા કાર્યકાળમાં તેઓ વધુ તૈયારી સાથે આવ્યા હોય તેવું લાગે છે.