Last Updated on by Sampurna Samachar
રઉફ અઝહર પાકિસ્તાનમાં છુપાઇ ભારત સામે ઝેર ઓકતો
મસૂદ અઝહરનો નાનો ભાઈ હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના પાકિસ્તાન પર ચાલી રહેલા ઓપરેશન સિંદુર વચ્ચે વધુ એક આતંકીનો ખાતમો કરાયાના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કંધાર હાઈજેક (KANDHAR HIJECK) માં સામેલ રહેલો આતંકી અબ્દુલ રઉફ અઝહર ગંભીર રીતે ઘાયલ થયો છે. આ એ જ અબ્દુલ રઉફ અઝહર છે જે પાકિસ્તાનમાં છૂપાયેલો હતો અને છાશવારે ભારત સામે ઝેર ઓકતો હતો. પરંતુ ભારતીય સેનાએ હવે તેનું કામ તમામ કરી દીધુ છે.
મળતી માહિતી મુજબ અબ્દુલ રઉફ અઝહર કમાન્ડર મસૂદ અઝહર જૂથનો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાય છે કે તે મસૂદ અઝહરનો ભાઈ છે. એક રિપોર્ટ મુજબ અઝહર લાંબા સમયથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો બીજો સૌથી મોટો વડો બની બેઠો હતો. તે રિપોર્ટમાં કહેવાયું હતું કે તે મસૂદ અઝહરનો નાનો ભાઈ છે.
રઉફ અઝહર કંધાર હાઈજેકનો માસ્ટર માઇન્ડ
રઉફને પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI નું પણ લાંબા સમયથી સંરક્ષણ મળેલું હતું. તે રાવલપિંડી સહિત પાકિસ્તાનમાં ખુલ્લેઆમ સક્રિય રહ્યો છે. અમેરિકાએ ૨૦૧૦ માં તેના પર પ્રતિબંધ લગાવ્યા અને ભારતે તેને સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકીઓની સૂચિમાં સામેલ કરવાની વારંવાર કોશિશ કરી જેને ચીને વીટો કર્યો હતો.
એટલું જ નહીં આ રઉફ અઝહર ૧૯૯૯ ના કંધાર હાઈજેક NKESUF IC – 814 નો માસ્ટરમાઈન્ડ પણ હતો જેમાં ઈન્ડિયન એરલાઈન્સના વિમાનને કાઠમંડુથી દિલ્હી જતી વખતે હાઈજેક કરાયું હતું. આ હાઈજેકનો હેતુ તેના ભાઈ મસૂદ અઝહરને ભારતીય જેલમાંથી છોડાવવાનો હતો. રઉફે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને આ ષડયંત્રને અંજામ આપ્યો હતો. જ્યારે ભારતીય વિમાનને અમૃતસર, લાહોર, દુબઈ થઈને કંધાર લઈ જવાયું હતું. હાઈજેકર્સે ૧૭૬ મુસાફરો અને ૧૫ ક્રૂ મેમ્બર્સના બદલે મસૂદ અઝહર, મુશ્તાક ઝરગર અને ઉમર શેખના છૂટકારાની માંગણી કરી હતી.