Last Updated on by Sampurna Samachar
VIP સ્ત્રીઓ લાવી વેશ્યાવૃત્તિ કરવામાં આવતો હોવાની માહિતી
નારણપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના નારણપુરામાં આવેલા સરદાર પટેલ બાવલુ ચાર રસ્તા પાસે H.G હેર સલુનમાં સલૂન વ્યવસાયની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરતા ઇસમની A.H.T.U ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. VIP સ્ત્રીઓ લાવી મોંઘા ભાવે વેશ્યાવૃત્તિ કરનાર સલૂનના માલિકની પોલીસ દ્વારા છટકુ ગોઠવીને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ નારણપુરા વિસ્તારમાં આવેલ સરદારપટેલનુ બાવલુ, ચાર રસ્તા પાસે આવેલ કુંજન કોમ્પલેક્ષ, મહારાજા નાસ્તા હાઉસની ઉપર પહેલી, બીજી દુકાનમાં ચાલતા H.G હેર સલૂનમાં VIP સ્ત્રીઓ લાવીને દેહ વ્યાપારનો વ્યવસાય કરાવવામાં આવે છે. જેના આધારે પોલીસ દ્વારા ગ્રાહક બની સર્વિસની માંગણી કરતા પૈસા આપી હાજર સ્થળ પર જ વેશ્યાવૃત્તિ વ્યવસાયનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અને સલૂનના માલિક વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સ્ત્રીઓની અટક કરી પૂછપરછ કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સ્થળ પર હાજર રહેલા ગ્રાહકો તથા સ્ત્રીઓની અટક કરી પૂછપરછ કરવામાં આવી છે અને સલૂનના માલિક સ્થળ પરથી ફરાર થઈ જતા હમીરભાઈ ઉર્ફે અમીતભાઈ ભગાભાઈ નાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.