Last Updated on by Sampurna Samachar
IMA દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફી વધારાને પરત ખેંચવા માંગ
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતાનો વિષય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત રાજ્યની ૧૯ મેડિકલ કોલેજની ફીમાં FRC એ વધારો કર્યો છે. NHL મેડિકલ કોલેજમાં ૨.૭૫ લાખના વધારા સાથે ફી ૨૫.૬૩ લાખ કરવામાં આવી છે, જ્યારે પારૂલ મેડિકલ કોલેજમાં ૧.૪૦ લાખના વધારા સાથે ફી ૨૦.૯૦ લાખ કરવામાં આવી છે. બીજી બાજુ, કરમસદ મેડિકલ કોલેજમાં ૨.૯૩ લાખના વધારા સાથે ફી ૨૨.૩૦ લાખ અને સુરત મેડિકલ કોલેજની ફીમાં ૨ લાખનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અદાણી મેડિકલ કોલેજની ફીમાં ૨.૨૩ લાખનો વધારો અને સાલ મેડિકલ કોલેજની ફીમાં ૨.૧૧ લાખનો વધારો કરાયો છે. જે આ ફી વધારાથી રાજ્યમાં હોબાળો મચ્યો છે.
મેડિકલ કોલેજોમાં ફીમાં મોટો વધારો થતાં હાલ વિવાદ ચાલી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફી વધારાની માંગ તાત્કાલિક પરત ખેંચવાની અપીલ કરવામાં આવી છે. IMA ના જણાવ્યા અનુસાર, વાર્ષિક ફીમાં તોતિંગ વધારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ ફી વધારાથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેશે.
ફી વધારાના પગલે વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો
સરકારની મેડિકલ ફી રેગ્યુલેટરી કમિટીએ ૩ જૂન ૨૦૨૫ના રોજ ફીમાં વધારો જાહેર કર્યો હતો. આમાં સરકારી, સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ક્વોટા તમામે ફીમાં ૧૦થી ૧૨ ટકા સુધીનો વધારો કર્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ૨૦ ટકાના ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કોલેજના ર્સ્વનિભર કોર્સની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારા વચ્ચે ABVP ના કાર્યકરો મેદાને ઊતરી આવ્યા હતા.
કુલપતિની ઓફિસ બહાર કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. વધુમાં તેમણે ફી વધારાનું સર્ક્યુલર ફાડીને VC પર ફેંક્યું હતું. ફી વધારો પાછો ખેંચવા નકલી નોટો ઉડાડવામાં આવી અને ફી પાછી ખેંચવાની માંગ કરવામાં આવી હતી. આ વિરોધ ઉગ્ર બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
કેમ્પસ ડેવલોપમેન્ટ ફંડમાં પણ વધારો થતા ABVP ના કાર્યકરો મેદાનમાં ઊતરી આવ્યા હતા. કાર્યકરોએ કુલપતિની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કર્યા અને ફી વધારાનું સર્ક્યુલર ફાડીને VC પર ફેંક્યું. વિરોધ નોંધાવવા નકલી નોટો ઉડાડવામાં આવી અને ફી પાછી ખેંચવાની માગ ઉઠાવવામાં આવી. વિરોધ ઉગ્ર બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોલેજના ર્સ્વનિભર કોર્સ ઉપરાંત વેલફેર ફી, સાધનો , પુસ્તકો , એમેનીટીઝ ફી ઉપરાંત કેમ્પસ ડેવલોપમેન્ટ ફંડમાં પણ વધારો કરાયો છે. ૨૦ ટકાનો વધારો કરાતાં ABVP ના કાર્યકરોએ કુલપતિની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. જો ફી વધારો પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની કાર્યકરોએ ચીમકી આપી છે.
રાજ્યની ૧૯ ખાનગી મેડિકલ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં FRC દ્વારા ૭% થી ૧૨% સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. આને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે. IMA પ્રમુખે જણાવ્યું હતું કે, આ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભારે આર્થિક બોજ સહેવો પડશે. આ ફી વધારો ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાડી શકે છે. આ જોઈને કહી શકાય કે, જો શિક્ષણમાં વેપારીકરણ થશે તો વિદ્યાર્થીઓ અભ્યાસ નહીં કરી શકે.