Last Updated on by Sampurna Samachar
બે ફૂટની ટ્રોલી બેગમાં બેવડું વાળી લાશ ભરી
પોલીસે સ્થળ પર પહોંચી હાથ ધરી ઝીણવટભરી તપાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં હવે ક્યાંય જાહેરમાં બેગ, ડ્રમ દેખાય તો લોકોમાં ડરનો માહોલ ફેલાઈ જાય છે. ત્યારે ફરી એકવાર બેગમાંથી લાશ મળી છે. સુરતના કોસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. હત્યારાએ યુવતીના પગ બાંધી બે ફૂટની ટ્રોલી બેગમાં બેવડું વાળી લાશ ભરી હતી. હાથ પરના ટેટૂથી પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતના કોસંબી વિસ્તારમાં એક બંધ ટ્રોલી બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. કોસંબા ઓવર બ્રિજ પાસે મારુતિના શો રૂમ બાજુના રોડના કિનારે બેગ પડી હતી. માંગરોળ તાલુકાના કોસંબા નજીક લોકોની નજર લાવારીશ બેગ પર પડી હતી. તેથી સ્થાનિકોએ જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. જેમાં બેગમાંથી યુવતીની લાશ મળી આવી હતી.
કપડા દ્વારા મહિલાને લાશને બાંધવામાં આવી
મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. તેમજ હત્યારાને શોધવામાં પોલીસની ટીમો કામે લાગી છે. પોલીસે પ્રાથમિક તપાસમાં જોયું તો, યુવતીના મૃતદેહના પગ બાંધેલા હતા. આખા મૃતદેહને પડીકું વાળે તેમ બેગમાં મૂકાયો હતો. કપડા દ્વારા મહિલાને લાશને બાંધવામાં આવી છે. જોકે, શરીરના કોઈ ટુકડા કરાયા નથી.
મહિલાના હાથ પર ટેટૂ પર દોરાયેલા છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. જેમાં મહિલાની મોત કેવી રીતે થઈ તે માહિતી સામે આવી છે. બીજી તરફ, સુરત પોલીસે મહિલા કોણ હતી અને ક્યાંથી હતી, કોણે મહિલાની હત્યા કરીને લાશ અહીં મૂકી તે દિશામાં તપાસ શરૂ કરી છે.