Last Updated on by Sampurna Samachar
હોર્મુઝ ટેન્શન વચ્ચે ભારત અને રશિયાનો મોટો ખેલ
રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે યુરોપિયન વીમા કંપનીઓએ રશિયન તેલ વહન કરતા જહાજો નેવીમો આપવાનું બંધ કર્યું હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકેબંધીના કારણે વિશ્વભરમાં ઓઇલ અને ગેસના પુરવઠાને લઈને ચિંતા વધી છે. આ કટોકટીના સમયે ભારતે અત્યંત સમજદારી પૂર્વકનું પગલું ભર્યું છે.

ભારત સરકારે રશિયાથી ઓઇલ લાવતા જહાજો માટે વીમો આપતી રશિયન કંપનીઓનીસંખ્યા વધારવાનો ર્નિણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા અગાઉ ૮ કંપનીઓનેમંજૂરી અપાઈ હતી, જે હવે વધારીને ૧૧ કરી દેવામાં આવી છે.
ઊર્જા સુરક્ષા માટે એક મજબૂત ‘સુરક્ષા કવચ‘ સમાન માનવામાં આવે છે.
આ કંપનીઓ જહાજોને ખાસ પ્રકારનો વીમો પૂરો પાડે છે, જેને કવર કહેવામાં આવે છે. આ વીમા વગરકોઈપણ જહાજ આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં કાર્ય કરી શકતું નથી. રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણેયુરોપિયન વીમા કંપનીઓએ રશિયન તેલ વહન કરતા જહાજોને વીમો આપવાનું બંધ કર્યું હતું.
ભારત હાલમાંરશિયા પાસેથી મોટી માત્રામાં સસ્તું તેલ ખરીદી રહ્યું છે, તેથી તેલ પુરવઠામાં કોઈ અડચણ ન આવે તે માટેભારતે રશિયન અને દુબઈ સ્થિત કંપનીઓને મંજૂરી આપીને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી કાઢ્યો છે.
ભારતે માત્ર વર્તમાન જ નહીં પરંતુ આગામી ઘણા વર્ષોનું આયોજન કરી લીધું છે. ગઝપ્રોમ ઇન્શ્યોરન્સ અનેરોસગોસ્ત્રાખ જેવી મોટી રશિયન કંપનીઓને ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી, જ્યારે સોગાઝ અનેઆલ્ફાસ્ટ્રાખોવાની જેવી કંપનીઓને ૨૦૩૦ સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, કોઈએક પર ર્નિભરતા ઘટાડવા માટે દુબઈ સ્થિત ‘ઇસ્લામિક પ્રોટેક્શન એન્ડ ઇન્ડેમ્નિટી ક્લબ‘ને પણ ફેબ્રુઆરી૨૦૨૭ સુધી સેવાઓ આપવાની પરવાનગી મળી છે.
વિશ્વમાં ઓઇલ આયાત કરતો ભારત ત્રીજો સૌથી મોટો દેશ છે. ઓઇલનો મોટો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ પરથીપસાર થાય છે, જ્યાં અત્યારે ભારે તણાવ છે. જો આ રસ્તો બંધ થાય કે તેમાં અડચણ આવે તો ભારતનીઅર્થવ્યવસ્થા પર સીધી અસર પડી શકે તેમ છે. આ કપરા સમયમાં રશિયન ઓઇલ માટે વીમા વ્યવસ્થામજબૂત કરીને ભારતે ખાતરી કરી છે કે દેશમાં ઓઇલ અને ગેસની કોઈ અછત સર્જાશે નહીં.