Last Updated on by Sampurna Samachar
યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર
તે ઉપરાંત એરલાઈન્સને વધારાની લોન પણ મળી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સરકાર એરલાઇન કંપનીઓને લગભગ ૪ હજાર કરોડનું ઈમરજન્સી લોન પ્રોગ્રામ પેકેજ આપવા જઈ રહીછે. તેનો હેતુ ઈરાન યુદ્ધના કારણે આવેલી ઓપરેશનલ મુશ્કેલીઓથી કંપનીને રાહત આપવાનો છે. આ યોજનાહેઠળ દરેક એરલાઈનને ૧ હજાર કરોડ રૂપિયા સુધીની લોન પર સરકારી ગેરંટી મળશે.

તે ઉપરાંત એરલાઈન્સને ૫૦૦ કરોડની વધારાની લોન પણ મળી શકે છે. પરંતુ તે માટે કંપનીના માલિકોએ એટલા પૈસા પોતાના પણરોકાણ કરવા પડશે. આ પ્લાન નાણાં મંત્રાલયની મોટી યોજનાનો ભાગ છે. જેમાં સરકાર લોન પર ગેરંટી આપીબિઝનેસને સપોર્ટ કરે છે.
જેટફ્યુલની કિંમતો પણ ઝડપથી વધી
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ લોન ગેરંટી માત્ર મદદ માટે છે, જ્યારે લોન દેવા પહેલા બેન્ક તેમની રીતે સંપૂર્ણતપાસ કરી શકે છે. કેમ કે કંપની પહેલાથી કેશની તંગીસામે ઝઝૂમી રહી છે.પગાર આપવામાં તેમજ કર્મચારીઓને પગાર વગર રજા પર ઉતારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેટફ્યુલની કિંમતો પણ ઝડપથી વધી રહી છે. મધ્ય પૂર્વમાં જઈ રહેલી ફ્લાઈટની ઉડાન સંખ્યામાં પણ ઘટાડોઆવ્યો છે.
દુબઈ જેવા મોટા એરપોર્ટ પર સીમિત સંખ્યામાં ઉડાનને મંજૂરી મળી રહી છે. જેની પણ સીધી અસર પડી છે. કેમકે સૌથી મોટી કમાણી ખાડી દેશોની જ ફ્લાઈટ્સમાંથી જ આવે છે. અમેરિકા અને ઈરાન દ્વારા અસ્થાયીયુદ્ધવિરામની ઘોષણા પછી પણ ઉડાન પહેલાની જેમ નિરંતર શરૂ થઈ શકી નથી, અનિશ્ચિતતાનો માહોલ હજુપણ બની રહ્યો છે. મધ્ય પૂર્વના હવાઈ અડ્ડાઓ પણ સાવધાની પૂર્વક ર્નિણયો લઈ રહ્યા છે.
સમગ્ર સ્થિતિ વચ્ચે Spicejet ની હાલત વધુ નાજુક દેખાઈ રહી છે. લગભગ ૩૭ વિમાનો હજુ પણ ઉભા છે. કેમ કે લીઝના પૈસા અને સ્પેયર પાર્ટની ઉણપ છે. કંપનીએ ૨૦૨૪માં ભેગો કરેલો મોટા ભાગનો ફંડ પણ ખર્ચીનાખ્યો છે. પરંતુ તેમ છતાં પણ હાલાતમાં સુધારો આવ્યો નથી. પાછલા કેટલાક વર્ષોમા Jet Airways,Go First બંધ થઈ જતાં બેન્ક સેક્ટર પણ લોન આપવામાં સાવચેતી રાખી રહ્યા છે.