Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્ર સરકારે સામાજિક જાગૃતિ વધારવા લીધો નિર્ણય
મરાઠી મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા
(સંપૂર્ણ સમાચાર સેવા )
મહારાષ્ટ્રના ટ્રાંસપોર્ટ વિભાગે મરાઠી ભાષાને લઈને મોટો ર્નિણય લીધો છે. હવે તમામ કોમર્શિયલ વાહનો પર લખવામાં આવેલા સામાજિક મેસેજ મરાઠી ભાષામાં લખવા પડશે. સરકાર તરફથી કહેવાયું છે કે , ૩૦ માર્ચે આવી રહેલા ગુડી પડવોથી આ નિયમનું પાલન કરવું પડશે.
મહારાષ્ટ્રમાં હવે તમામ કોમર્શિયલ વાહનો જેમ કે ટ્રક, બસ, રિક્ષા પર મરાઠી ભાષામાં સામાજિક મેસેજ લખવા ફરજિયાત છે. આ મેસેજ શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાગૃતિ જેવા વિષયો પર આધારિત હશે. તેમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અને એક કદમ સ્વચ્છતા કી ઓર જેવા મેસેજ ગાડીઓ પર દેખાશે. સરકારનું કહેવું છે કે, તેમાં સામાજિક જાગૃતિ વધશે. મરાઠી ભાષા પ્રત્યે લોકોની જાગૃતિ પણ વધશે.
મરાઠી ભાષાનો પ્રચાર અને પ્રસાર થશે
આદેશને જાહેર કરતા પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે કહ્યું કે, મરાઠી મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા છે. મહારાષ્ટ્રના નાગરિકો મુખ્યત્ત્વે મરાઠી ભાષી છે. વડાપ્રધાન મોદીના પ્રયાસોને મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. સ્વાભાવિક રીતે મરાઠી ભાષાને સંરક્ષિત કરવી સરકારની નૈતિક જવાબદારી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં નોંધાયેલા ઘણા કોમર્શિયલ વાહનો પર હિન્દી અથવા અન્ય ભાષાઓમાં સામાજિક સંદેશાઓ, જાહેરાતો અને શૈક્ષણિક માહિતી લખવામાં આવે છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ ની જેમ, આ મરાઠી ભાષાના પ્રચાર અને પ્રસાર પર પ્રતિબંધ મૂકે છે. જો ભવિષ્યમાં આવા સામાજિક સંદેશાઓ, જાહેરાતો અને શૈક્ષણિક માહિતી મરાઠીમાં પ્રદર્શિત કરવામાં આવશે તો મહારાષ્ટ્રના લોકોને વધુ ઉપયોગી માહિતી મળશે અને મરાઠી ભાષાનો પ્રચાર અને પ્રસાર થશે. આ ઉપરાંત, મરાઠી ભાષાને પણ યોગ્ય સન્માન મળશે.