Last Updated on by Sampurna Samachar
ઈલોન મસ્કે બદલી નાખ્યા મોનેટાઇઝેશનના નિયમો
ઓરિજિનલ કન્ટેન્ટને મળશે વધુ કમાણી : એંગેજમેન્ટ ફાર્મિંગ પર કડક કાર્યવાહી, બદલાયા નિયમો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠએ પોતાના મોનેટાઇઝેશન સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. હવે પ્લેટફોર્મ પરનીચી ગુણવત્તાવાળા અને ક્લિકબેટ કન્ટેન્ટથી કમાણી કરવી સહેલી નહીં રહે. લેવાયેલોઆ ર્નિણય કન્ટેન્ટની ગુણવત્તા સુધારવા માટે લેવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ હવે ઓરિજિનલ અને વેલ્યુઆપતા કન્ટેન્ટને વધુ પ્રાથમિકતા મળશે.
![]()
આથી ક્રિએટર્સને વધુ સારું કન્ટેન્ટ બનાવવા પ્રોત્સાહન મળશે અનેપ્લેટફોર્મ પર સ્પેમ અને ફાલતૂ પોસ્ટમાં ઘટાડો થશે.x લાંબા સમયથી એંગેજમેન્ટ ફાર્મિંગને લઈને ટીકા સહન કરી રહ્યું હતું, જ્યાં લોકો માત્ર વ્યૂઝ અને લાઇક્સવધારવા માટે નીચી ગુણવત્તાવાળા અથવા વાયરલ વિડિયો પોસ્ટ કરતા હતા. હવે પ્લેટફોર્મે આવા કન્ટેન્ટનેડાઉનરૅન્ક કરવાનો ર્નિણય લીધો છે.
ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનારા યુઝર્સને યોગ્ય ઓળખ મળી શકે
કંપનીના પ્રોડક્ટ હેડ નિકિતા બિયરે જણાવ્યું કે હવે સિસ્ટમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે કે જેમાં અસલી અને ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનારા યુઝર્સને યોગ્ય ઓળખ મળી શકે. એનો હેતુ એ છે કે મહેનત કરીને નવું કન્ટેન્ટ બનાવનાર લોકોને વધુ ફાયદો મળે, અને માત્ર બીજાલોકોનું કન્ટેન્ટ શેર કરીને તેને વાયરલ બનાવનારા લોકોને નહીં.
નવા અપડેટ હેઠળ x પોતાના રેવન્યુ શેરિંગ પ્રોગ્રામમાં ફેરફાર કરી રહ્યું છે. હવે પ્લેટફોર્મ તે ક્રિએટર્સને વધુરિવોર્ડ આપશે, જે ઓરિજિનલ અને હાઇ–ક્વોલિટી કન્ટેન્ટ બનાવે છે. નિકિતા બિયર મુજબ, કંપની એવા ટૂલ્સપર કામ કરી રહી છે જે કન્ટેન્ટના અસલી ક્રિએટર ઓળખી શકે અને તેમને સીધો રેવન્યુમાં ભાગ આપી શકે.
આનો અર્થ એ છે કે હવે માત્ર રીપોસ્ટ અથવા કમેન્ટરીથી કમાણી મર્યાદિત થઈ શકે છે. સાથે જ, અગાઉરિપ્લાય પર મળતા વ્યૂઝને પણ ગણતરીમાં લેવામાં આવતા હતા, પરંતુ હવે તેને મોનેટાઇઝેશનમાંથી દૂરકરવામાં આવ્યા છે જેથી રિપ્લાય સ્પેમને રોકી શકાય.
પ્લેટફોર્મ પર કમાણી કરવા માટે હવે યુઝર્સને કેટલીક મહત્ત્વપૂર્ણ શરતો પૂર્ણ કરવી પડશે. x મુજબ, ક્રિએટરેપ્રીમિયમ અથવા પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રિપ્શન લેવું પડશે અને ઓછામાં ઓછા ૫૦૦ ફોલોઅર્સ હોવા જરૂરી છે.
આ સાથે જ, છેલ્લા ત્રણ મહિનામાં ૫ મિલિયન ઓર્ગેનિક ઇમ્પ્રેશન્સ મેળવવા ફરજિયાત રહેશે. કંપનીનાજણાવ્યા મુજબ, હોમ ટાઇમલાઇન પર મળતા ઓર્ગેનિક વ્યૂઝને વધુ મહત્ત્વ આપવામાં આવશે. વેરિફાઇડયુઝર્સ અને પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રાઇબર્સના વ્યૂઝને વધુ મહત્ત્વ આપવામાં આવશે. એક પ્રસ્તાવ જેમાંલોકલ રીજનના વ્યૂઝને વધુ મહત્ત્વ આપવાની વાત હતી.