Last Updated on by Sampurna Samachar
ચાઈનીઝ BAT BMS App પર સરકારનુ મોટું એક્શન
Google Play Store અને Apple App Store માંથી હટાવવાનો નિર્દેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
BAT BMS App હાલ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસમાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયાં છે જેમાં દેખાડવામાં આવ્યું કે લોકો કઈ રીતે આ ચીની એપની મદદથી ઈ-રિક્ષાને ચાલતા-ચાલતા રસ્તામાં અચાનકથી બંધ કરી રહી છે. આ એપ એટલી વાયરલ થઈ ગઈ કે હવે સરકારની નજર આ મુદ્દા પર પડી છે.

સરકારે એપને લઈને મોટું પગલું ભર્યું છે. આઈટી મંત્રાલયે BAT BMS એપને Google Play Store અને Apple App Store માંથી હટાવવાનો નિર્દેશ કર્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ ર્નિણયથી ઈ-રિક્ષા ચાલકોને રાહત મળી છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓમાં હવે લગામ લાગશે અને લોકો મસ્તીના ચક્કરમાં કોઈ ઈ-રિક્ષા ચાલકને પરેશાન કરી શકશે નહીં.
મોજ-મસ્તી અને બીજાને પરેશાન કરવા માધ્યમ બનાવ્યું
સુરક્ષા અને ડેટા સંરક્ષણ એટલે કે એપની સુરક્ષાના પાસાની સમીક્ષા કર્યાં બાદ સરકારે આ મામલામાં મોટું પગલું ભર્યું છે. સમીક્ષા કર્યા બાદ આ ચીની એપ પર કાર્યવાહી થઈ છે, આ એપ દ્વારા કેટલાક લોકો મસ્તી કરવા માટે વચ્ચે રસ્તામાં ઈ રિક્ષાને અચાનક રોકી રહ્યાં હતા. તેનાથી ન માત્ર ઈ રિક્ષા ચાલકોને પરેશાની થઈ રહી છે, પરંતુ અચાનક રોકાવાને કારણે અકસ્માત પણ થઈ શકતો હતો.
એપ પર કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કારણ કે સરકારનું સંપૂર્ણ ધ્યાન વિશ્વાસપાત્ર અને સુરક્ષિત ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા પર છે, ન કે એવી કોઈ તકનીક પર જે કોઈ માટે મુશ્કેલી કે પરેશાની ઉભી કરે.
Shenzhen Grenergy Technology દ્વારા આ ચાઇનીઝ એપને તૈયાર કરવામાં આવી હતી. આ એપ બ્લૂટૂથ ઇનેબલ્ડ લિથિયમ બેટરીના ચાર્જ, હેલ્થ, તાપમાન અને વોલ્ટેજને વાયરલેસ રીતે મોનિટર કરવામાં મદદ કરતી હતી. કુલ મળી સરળ ભાષામાં સમજો તો આ એપ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્ટરફેસ તરીકે કામ કરતી હતી. પરંતુ કેટલાક લોકોએ તેને મોજ-મસ્તી અને બીજાને પરેશાન કરવાનું માધ્યમ બનાવી લીધી હતી.