Last Updated on by Sampurna Samachar
ગૂગલે તેની પ્લે સ્ટોર પોલિસીનો દૂરુપયોગ કર્યો હતો
બાકીની રકમ ૯૦ દિવસની અંદર જમા કરવી પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં પ્લેસ્ટોર (PLAY STORE) પોલિસીના ભંગમાં દોષિત ઠરેલી ગૂગલને NCLT એ દંડમાં રાહત કરી આપી છે. ગૂગલને અગાઉ રૂ. ૯૩૬ કરોડનો દંડ કરવામાં આવ્યો હતો. હવે તેને ઘટાડીને રૂ. ૨૧૬ કરોડ કરવામાં આવ્યો છે. ગૂગલને ભારતમાં તેની PLAY સ્ટોર નીતિઓનો ભંગ કરવા બદલ દોષિત ઠેરવવામા આવી છે. આ બદલ તેને ફટકારાયેલા દંડમાં NCLT એ ઘટાડો કર્યો છે.
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLT) એ પોતાના ચુકાદામાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) ગૂગલને દોષિત ઠેરવતો ચુકાદો જાળવી રાખ્યો છે, પરંતુ તેને ચૂકવવાની દંડની રકમમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. CCI જણાવ્યું હતું કે ગૂગલે તેની પ્લે સ્ટોર પોલિસીનો દૂરુપયોગ કર્યો છે, તે યોગ્ય ધંધાકીય કાર્યપ્રણાલિના નિયમથી વિપરીત છે. ગૂગલની પોલિસી પ્રતિસ્પર્ધાના નિયમોની વિરોધમાં છે.
આ દંડ CCI એ ૨૦૨૨ માં કર્યો હતો
CCI એ ગૂગલને રુ. ૯૩૬ કરોડનો દંડ ફટકાર્યો હતો. પણ NCLT એ ગૂગલને ફટકારેલો દંડ રુ. ૨૧૬ કરોડ કર્યો છે. NCLT ના જસ્ટિસ અશોક ભૂષણ અને ટેકનિકલ સભ્ય વરુણ મિત્રાની બે સભ્યોની બેન્ચે જણાવ્યું હતું કે ગૂગલે તેની મજબૂત પોઝિશનનો દૂરુપયોગ કર્યો છે જે નિયમોથી વિપરીત છે.
NCLT નું માનીએ તો ગૂગલની અપીલ પહેલાં જ દંડની દસ ટકા રકમ જમા કરાવી દેવાઈ છે. આવામાં બાકી રકમ આજથી ૯૦ દિવસની અંદર જમા કરવી પડશે. ગૂગલને આ દંડ CCI એ ૨૦૨૨ માં કર્યો હતો. CCI ના ચુકાદાને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે પડકાર્યો હતો. દંડની સાથે-સાથે CCI એ ટેક કંપનીને કારોબાર કરતાં ખોટી રીતે રોકવા અને એક નિશ્ચિત સમયમર્યાદાની અંદર પ્રતિસ્પર્ધા વિરોધી ચિંતાઓ દૂર કરવા માટે સુધારણાના પગલાં જારી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.