Last Updated on by Sampurna Samachar
મુસ્લિમ ધર્મ સંગઠને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી
સુપ્રીમ કોર્ટે ઝડપથી સુનાવણી કરવાનો ર્નિણય લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ કાયદામાં સુધારા માટે સંસદે પસાર કરેલા બિલને આખરે મંજૂરી આપી દીધી હતી. ત્યારથી આ બિલ કાયદામાં ફેરવાઇ ગયું હતું. ત્યારબાદ વક્ફ સંશોધન કાયદો, ૨૦૨૫ સત્તાવાર રીતે લાગુ થયો છે.
આ અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. આમ, હવે સમગ્ર દેશમાં આ કાયદો હવે લાગુ થશે અને સાથે જ આ કાયદો આઝાદી પૂર્વેના મુસલમાન વક્ફ કાયદાનું સ્થાન લેશે. દરમિયાન વક્ફ કાયદામાં સરકારે કરેલા સુધારા સામે વધુ એક અરજી દાખલ કરાઇ છે.
સુપ્રીમ કોર્ટ ૧૬ એપ્રિલે સુનાવણી કરશે
વક્ફ સંશોધન કાયદાની વિરૂદ્ધમાં થઈ રહેલા વિરોધમાં સુપ્રીમ કોર્ટે ઝડપથી સુનાવણી કરવાનો ર્નિણય લીધો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે ૧૬ એપ્રિલના રોજ સુનાવણી કરશે. NDA સરકારના વક્ફ સંશોધન કાયદા ૨૦૨૫ની વિરૂદ્ધમાં વિપક્ષના નેતાઓ સહિત મુસ્લિમ ધર્મ સંગઠને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેને પડકારતી અપીલ પર સુપ્રીમ કોર્ટ ૧૬ એપ્રિલે સુનાવણી કરશે.