મોદી સરકારનું સ્ત્રી સશક્તિકરણની દિશામાં પગલું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અનામત બિલ માટે તમામ ક્ષેત્રની મહિલાઓને સંસદનું આમંત્રણ

કેન્દ્ર સરકારે દેશભરના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને દિલ્હી બોલાવીને વિશાળ જનસંપર્ક પ્લાનતૈયાર કર્યો છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

સંસદમાં ગુરુવારથી શરૂ થનારી ત્રણ દિવસીય વિશેષ બેઠક માટે તૈયાર થઈ રહી છે, જેમાં મહિલા અનામતબિલ પર ચર્ચા થવાની છે, ત્યારે કેન્દ્ર સરકારે દેશભરના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને દિલ્હી બોલાવીને વિશાળ જનસંપર્ક પ્લાન તૈયાર કર્યો છે.

પહેલનો ઉદ્દેશ ચર્ચાને ઐતિહાસિક ક્ષણ તરીકે ચિહ્નિત કરવાનો છે, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ જોવા મળે તે બાબતને કેન્દ્ર સ્થાને રાખવામાંઆવી છે. જેમાં છેવાડાના કામદારોથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાણીતા જાહેર વ્યક્તિત્વો સુધીતમામને દિલ્હી આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

પ્રથમ હવાઈ મુસાફરીનો અનુભવ

તેલુગુ દેશમ પાર્ટી  પોતાના મહિલા ધારાસભ્યો, કોર્પોરેશન અધ્યક્ષાઓ અને મહિલા મંત્રીઓને બિલપરની ચર્ચા દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં હાજર રાખવાની યોજના બનાવી રહી છે.

બીજી તરફ, શિવસેના વિવિધ સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલાઓને આમંત્રિત કરી રહી છે, જેમાં સફાઈ કામદારો, મજૂરો, સ્વસહાય જૂથોની સભ્યો અને લાડકી બહેન યોજનાના લાભાર્થીઓનો સમાવેશથાય છે. જેમાં ઘણી મહિલાઓ પ્રથમ વખત દિલ્હી જઈ રહી છે અને કેટલાક માટે તો પ્રથમ હવાઈ મુસાફરીનો અનુભવ હશે.

સાથે, કેન્દ્ર સરકારે જાણીતા નાગરિકો, સેલિબ્રિટીઓ અને સશસ્ત્ર દળોની મહિલાઓને પણ આમંત્રણપાઠવ્યા છે, જેથી સત્રને વ્યાપક અને સર્વસમાવેશક બનાવવામાં સફળતા હાંસલ કરી શકાય. વિશેષબેઠક, જે ૨૦૨૩માં પસાર થયેલાનારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારા અંગે ચર્ચા કરવા માટેબોલાવવામાં આવી છે, તેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા આરક્ષણનાઅમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત થવાની શક્યતા છે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં સંબોધન કરી શકે છે અને બિલ માટેનો રોડમૅપ રજૂ કરવાનીઅપેક્ષા છે. લોકસભામાં લગભગ ૧૮ કલાક અને રાજ્યસભામાં ૧૦ કલાક ચર્ચા થવાની શક્યતા છે, જ્યારેમતદાન શનિવારે યોજાશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ચર્ચાનો જવાબ આપશે એવી અપેક્ષા છે.

બિલ મુજબ, લોકસભામાં કુલ સભ્યોની મહત્તમ સંખ્યા ૮૫૦ સુધી રાખવાની જોગવાઈ છે, જેમાંથી ૮૧૫ સુધીરાજ્યોથી અને ૩૫ સુધી કેન્દ્રશાસિત પ્રદેશોથી પ્રતિનિધિઓ હશે. અંતિમ બેઠકોનું વહેંચાણ ડિલિમિટેશનકમિશન દ્વારા નક્કી કરવામાં આવશે.

વડાપ્રધાને પગલાનેરાષ્ટ્રની ભાવનાઅનેનારી શક્તિના અવાજતરીકે વર્ણવ્યું છે, અને આવનારીચર્ચા ભારતમાં મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વના ભવિષ્યને આકાર આપશે તેવી અપેક્ષા છે.સરકારે વિરોધ પક્ષનો પણ સંપર્ક કર્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેસાથે વાતચીત કરીને બિલને સમર્થન આપવા અપીલ કરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.