Last Updated on by Sampurna Samachar
રાહુલ ગાંધીએ ભારત સંસદની અંદર ચીનના પ્રવક્તા કરતા વધારે ચીનના વખાણ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ આરોપ લગાવ્યો કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીનના પ્રવક્તા કરતા પણ વધારે પાડોશી દેશના વખાણ કર્યા છે. તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચામાં ભાગ લેતા એવું પણ કહ્યું કે, વિપક્ષના નેતા સદનની અંદર જે વાતો કરી છે, તેને સાબિત કરી દેવી જોઈએ. અથવા તો આસાનને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
કિરેન રિજિજૂએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ સદનની અંદર ચીનના પ્રવક્તા કરતા પણ વધારે ચીનના વખાણ કર્યા છે. રિજિજૂએ દાવો કર્યો કે, ભારત સંસદની અંદર જેવી રીતે ચીનના ગુણગાન કર્યા, આવું મેં ક્યારેય સાંભળ્યું નથી.
હકીકતમાં જોઈએ તો, સંસદમાં રાહુલ ગાંધીના હાલના ભાષણથી રાજકીય હોબાળો મચેલો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ આ મામલામાં સ્પીકર સાથે મુલાકાત કરી. આ દરમ્યાન રિજિજૂએ રાહુલ ગાંધીના દાવાને ચેલેન્જ આપી, પુરાવા માંગ્યા અને તેમને ખોટા ગણાવ્યા હતા .તેમણે કહ્યું કે, ૧૯૫૯ અને ૧૯૬૨માં ચીને ભારતની જમીન પર કબજો કર્યો અને તેના માટે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ, કેમ કે તેમના જ પરિવારના પંડિત નહેરુ દેશના પ્રધાનમંત્રી હતા.
રિજિજૂએ કહ્યું કે, આ ભારતની સંસદ છે અને આ સંસદમાં અમે દેશનું અપમાન સહન કરી શકીએ નહીં. ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસ શશિકાંત સેંથિલે કહ્યું કે, રાહુલ ગાંધીએ દેશના ભવિષ્યના દ્રષ્ટિકોણને સામે રાખ્યું છે અને દેશનો યુવાન પણ આ જ ઈચ્છે છે. અપક્ષ સાંસદ વિશાલ પાટિે કહ્યું કે, આ સપનાનું નહીં પણ સંઘર્ષનું ભારત બનતું જાય છે.