Last Updated on by Sampurna Samachar
મિકેનિક ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયો
સ્થળ પર હાજર લોકો વચ્ચે અફરાતફરી જેવો માહોલ સર્જાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોય તો પહેલા ચેતી જજો. વડોદરામાં મોબાઈલ (MOBILE) યુઝર્સ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મિકેનિકના ખિસ્સામાં રાખેલો મોબાઇલ અચાનક ફાટ્યો હતો. ગેરેજમાં ગાડી નીચે કામ કરતો હતો તે દરમિયાન ઘટના બની હતી. અચાનક મોબાઈલ ફાટતા યુવકને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી.
સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ગરમીના તાપમાનમાં દિવસે અને દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેવામાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ મોબાઈલ ગરમ થવાથી ઘણી વખત તેમાં રહેલી બેટરી ફાટી જતી હોય છે. તેવામાં વડોદરાના પરિશ્ચમ વિસ્તારમાં મોબાઈલ ફાટતા મિકેનિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સ્થળ પર હાજર લોકો વચ્ચે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. ઘટના પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
ગરમીમાં વધારે પડતા મોબાઇલના ઉપયોગને ટાળજો
મિકેનિક નીબૂલાલ ચૌહાણ કાર નીચે કામ કરતો હતો. આ દરમિયાન અચાનક મોબાઇલ બ્લાસ્ટ થયો હતો. આ પહેલા પણ મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જોકે, મોબાઈલમાં બ્લાસ્ટ થવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમાં ખરાબ બેટરીનો ઉપયોગ, ડાયરેક્ટ તેજ તડકામાં ફોન રાખવો, ખોટી રીતે મોડિફાઇ કરવો, નકલી એસેસરીઝનો ઉપયોગ વગેરે કારણ પણ જવાબદાર હોઈ શકે છે.