Last Updated on by Sampurna Samachar
ગોળી મારીને હત્યા કરી દેવાઇ
ચૌથમ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં JDU નેતાની ગોળી મારી હત્યા કરી દેવાયાનો મામલો સામે આવ્યો છે. ખગરિયા જિલ્લાના બેલદોરથી જદયુના ધારાસભ્ય પન્નાલાલ સિંહ પટેલના ભાણેજ કૌશલ સિંહની બદમાશોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટના ચૌથમ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગોડાઉન નજીક બની હતી.
મૃતકની ઓળખ JDU ના જિલ્લા મહાસચિવ કૌશલ સિંહ તરીકે થઇ હતી. હત્યાનું કારણ પારિવારિક વિવાદ મનાઈ રહ્યું છે. ઘટના બાદ SP એ નેક્ટર હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી હતી. કૌશલ સિંહની પત્નીનું કહેવું છે કે હું અને મારા પતિ બાઈક પર ગોડાઉન જઇ રહ્યા હતા. તે સમયે નેશનલ હાઈવે નંબર ૧૦૭ પર મારા પતિનો ભત્રીજો ત્યાં આવી પહોંચ્યો અને તેણે સીધી ગોળી ધરબી દીધી હતી.
SP એ નેક્ટર હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી
ઘટના બાદ તાત્કાલિક ધોરણે કૌશલ સિંહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ સારવાર વચ્ચે તેમને મૃત જાહેર કરી દીધો હતો. ઘટના બાદ SP ખુદ નેક્ટર હોસ્પિટલ પહોંચી ગયા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.