છત્તીસગઢમાં મોટી દુર્ઘટના

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ૧૦ના મોત, ૪૦થી વધુ શ્રમિકો દાઝ્યા

તેમણે કહ્યું કે ૨૧મી સદીનો સૌથી મોટો ર્નિણય છે, જે નવા સંસદ ભવનથી મહિલા સશક્તિકરણ અનેલોકશાહી શક્તિને સુનિશ્ચિત કરશે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ભયાનક વિસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ, ઘટનામાં ૧૦થી વધુ શ્રમિકોના મોત થયા હોવાની અને ૩૦થી ૪૦ શ્રમિકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે, જેનાકારણે મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના સક્તિ જિલ્લામાં સિંઘીતરાઈ ગામમાં વેદાંતાના પાવર પ્લાન્ટમાં આજે અનેક શ્રમિકો કામ કરી રહ્યાહતા. દરમિયાન અચાનક બોઇલર ફાટ્યા બાદ જોરદાર  ધડાકો થયો હતો. જેના કારણે અહીં આખાવિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.

ઈજાગ્રસ્તોની સ્થિતિ અત્યંત ખરાબ

ઘટનામાં ૧૦થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત ૩૦થી ૪૦શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિસ્ફોટએટલો ભયાનક હતો કે, દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયા બાદ આસપાસના ગામડાંઓમાં દહેશત ફેલાઈગઈ હતી.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ટીમે તુરંત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં પહોંચાડી રહ્યા છે. કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ અત્યંત ખરાબ હોવાની માહિતી સામે આવી છે.

પ્લાન્ટ મેનેજમેન્ટના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. પોલીસે ઘટનાના કારણોની તપાસ કરવાના આદેશ આપી દીધા છે. હાલ કેટલા લોકોનામોત થયા અને કેટલાક લોકોને ઈજા થઈ છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવામાટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યુંનથી, પરંતુ પ્રાથમિક રીતે ટેકનિકલ ખામી અથવા સુરક્ષામાં બેદરકારીને કારણે ઘટના બની હોવાનીઆશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અનેઆ ગળ વધુ માહિતી બહાર આવવાની શક્યતા છે .

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.