ઓમાનમાં એર ઈન્ડિયાની ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઘટનામાં કોઈપણ મોટી જાનહાની થઈ નથી

રન-વે પર અનેક લાઈટો તૂટી ગઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)

બેંગલુરુ બાદ હવે ઓમાનમાં એર ઈન્ડિયાની ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી હોવાની માહિતી મળી હતી. બેંગલુરુમાં પ્લેનની ટેલ સ્ટ્રાઈક રન-વે સાથે અથડાયો હતો, ત્યારે હવે ઓમાનના મસ્કટ એરપોર્ટ પર એરલાઈન્સનું બોઈંગ રન-વે પરથી ટેકઓફ કરતી વખતે લાઈટ સાથે અથડાતા ભારે અફરાતરફરી મચી છે.

મળતી માહિતી મુજબ, ઓમાનની રાજધાની મસ્કટ એરપોર્ટ પર એરલાઈન્સનું બોઈંગ રન-વે પર ટેક ઓફ વખતે ખોટી દિશામાં જતું રહ્યું હતું, જેના કારણે પ્લેન રન-વે પર લાઈટ સાથે અથડાતા પ્લેનના નોજ ગિયરને નુકસાન થવાની સાથે કૉકપિટમાં જોરદાર અવાજ સંભળાયો છે. આ વિમાન ૧૫ મેએ મસ્કટથી કન્નૂર આવી રહ્યું હતું. રાહતની વાત એ છે કે, ઘટનામાં કોઈપણ મોટી જાનહાની થઈ નથી.

મુસાફરોને બીજા દિવસે અન્ય ફ્લાઈટમાં કન્નૂર મોકલાયા

મસ્કટથી કન્નૂર જઈ રહેલી આ ફ્લાઈટે રન-વે પર ટેકઓફની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, ત્યારે અચાનક ફ્લાઈટ થોડી આગળ વધતા જ ખોટી દિશા તરફ જતા લાઈટ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં રન-વે પર અનેક લાઈટો તૂટી ગઈ છે. આ ઉપરાંત પ્લેનના નોજ ગિયરને નુકસાન થયું છે. જોકે પાયલોટે તાત્કાલીક સમસૂચકતા દાખવતા તાત્કાલીક ટેકઓફ અટકાવી દઈ મોટી દુર્ઘટના ટાળી દીધી છે.

એર ઈન્ડિયાની આ ફ્લાઈટે રન-વે નંબર ટેક્સીવે પરથી એન્ટ્રી કરી હતી. ઘટનામાં વિમાનનું હાઈડ્રોલિક લીકેજ અને ટાયર પંચર થયું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ, બહારની કોઈ વસ્તુ એન્જીનમાં આવી જતા બંને એન્જિનને નુકસાન થયું. ત્યારે પ્રવાસીઓ અને ક્રૂ સભ્યોને વિમાનમાંથી ઉતારી પરત ટર્મિનલ પર લઈ જવાયા હતા. એરલાઈન્સે તુરંત કાર્યવાહી કરીને તમામ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપી હતી. તમામ મુસાફરોને બીજા દિવસે અન્ય ફ્લાઈટમાં કન્નૂર મોકલવામાં આવ્યા હતા, જોકે તેમાં ૧૩ કલાકનો વિલંબ થઈ ગયો હતો.

અગાઉ ૨૧ મેએ બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયા ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી હતી. એરલાઈન્સે કહ્યું હતું કે, દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ રહી હતી, ત્યારે પ્લેનની ટેલ સ્ટ્રાઈક (પાછળનો ભાગ) રન-વે સાથે અથડાઈ હતી. એરલાઈન્સે કહ્યું કે, ૨૧ મેના રોજ દિલ્હીથી બેંગલુરુ પહોંચેલી છૈં૨૬૫૧ નંબરની ફ્લાઈટની ટેલ સ્ટ્રાઈક લેન્ડિંગ વખતે રન-વે સાથે અથડાઈ હતી, જાેકે પાયલટની સમસૂચકતાના કારણે સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને ૧૮૧ પ્રવાસીઓ અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ઘટના બાદ વિમાનની સંપૂર્ણ તપાસ કરવા માટે ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, નિયમો મુજબ ઘટનાની તપાસ કરવામાં આવશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.