Last Updated on by Sampurna Samachar
સંચિતા ઉગલે ટીવી અને ફિલ્મ જગતનો એક જાણીતો ચહેરો હતો
અભિનેત્રીના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી સંચિતા ઉગલેએ આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે ૩૦ વર્ષીય સંચિતા મુંબઈમાં નાલાસોપારા વિસ્તારમાં સ્થિત અચોલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી હતી. અભિનેત્રીના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.

પોલીસે જણાવ્યું કે અભિનેત્રી પોતાના માતા-પિતા અને બહેનની સાથે નાલાસોપારા વિસ્તારમાં રહેતી હતી. પોલીસે જણાવ્યું કે સંચિતાએ સાડીથી ફાંસી લગાવી આપઘાત કર્યો. પોલીસે આગળ જણાવ્યું કે તેની પાસે કોઈ પ્રકારની નોટ મળી નથી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
પોલીસ પરિવારજનો અને અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી
જાણકારી પ્રમાણે સંચિતા ઉગલે પોતાના માતા-પિતા અને ૧૫ વર્ષીય નાની બહેન સાથે આચોલે ગામ સ્થિત નિવાસ્થાને રહેતી હતી. બહેન અંજલી કોઈ કામથી ઘરેથી બહાર ગઈ હતી. તે સમયે ઘરે કોઈ હાજર નહોતું. આ દરમિયાન સંચિતાએ આપઘાત કર્યો હતો.
સંચિતા ઉગલે ટીવી અને ફિલ્મ જગતનો એક જાણીતો ચહેરો હતો. તેણે ફિલ્મ દિલવાલી દૂલ્હા લે જાએગીમાં સુકૂનનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય ફિલ્મ છાવામાં તેણે તારાબાઈની ભૂમિકા ભજવી હતી. સંચિતાએ કુમકુમ ભાગ્ય અને વાગલે કી દુનિયા જેવી ટીવી સીરિયલોમાં અભિનય કર્યો હતો, જેનાથી તેને દર્શકો વચ્ચે લોકપ્રિયતા મળી હતી.
હાલ સંચિતા ઉગલેના આપઘાત પાછળ કોઈ કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસ તમામ પાસાને ધ્યાનમાં રાખી તપાસ કરી રહી છે. શરૂઆતી તબક્કામાં સ્યુસાઇડ નોટની જાણકારી સામે આવી નથી. પોલીસે આકસ્મિક મોતનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ પરિવારજનો અને અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે.