Last Updated on by Sampurna Samachar
અંદાજે ૨૦ જેટલા વાહનોમાં ભયાનક આગ લાગી હતી
સંગીત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંતરરાષ્ટ્રીય સંગીત જગતમાંથી દુ:ખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના જાણીતા અલ્ટ-પોપ મ્યુઝિશિયન અને ઇન્ટરનેટ પર્સનાલિટી ઓલિવર ટ્રીનું બ્રાઝિલમાં એક ભયાનક હેલિકોપ્ટર અકસ્માતમાં નિધન થયું છે. રિયો ડી જેનેરોની આકાશમાં બે હેલિકોપ્ટર પરસ્પર હવામાં ટકરાવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઓલિવર ટ્રી સહિત કુલ ૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કર બાદ એક હેલિકોપ્ટર સીધું નીચે એક કાર ડીલરશીપના પાર્કિંગ એરિયામાં ખાબક્યું હતું, જેના કારણે ત્યાં પાર્ક કરેલા અંદાજે ૨૦ જેટલા વાહનોમાં ભયાનક આગ લાગી ગઈ હતી. બ્રાઝિલિયન મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો ફૂટેજમાં એક હેલિકોપ્ટર આકાશમાંથી સીધું નીચે પડતું અને ઘટનાસ્થળેથી આગની જ્વાળાઓ સાથે કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે.
બ્રાઝિલના સાઓ પાઉલોમાં છેલ્લો શો યોજાયેલ
સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ ટક્કર કયા કારણોસર થઈ તેની તપાસ હાલ શરૂ કરી દેવામાં આવી છે. આ કાળમુખી ઘટના ૩૨ વર્ષીય ઓલિવર ટ્રી પોતાની વર્લ્ડ મ્યુઝિક ટૂર પર હતા.
એક અહેવાલ મુજબ, આ હેલિકોપ્ટરમાં આજેર્ન્ટિનાના પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર ગેસ્પર પ્રિમ ડાયઝ જે ‘ગેસ્પી‘ તરીકે જાણીતો છે, એ પણ સવાર હતો અને આ અકસ્માતમાં તેનું પણ મોત નીપજ્યું હોવાની આશંકા છે. હેલિકોપ્ટરના મેનિફેસ્ટ અનુસાર, અન્ય મુસાફરોમાં લુકાસ બ્રિટો ચાવેઝ, લુકાસ વિગ્નાલે અને પાયલોટ એલેક્ઝાન્ડ્રે સૌઝા સામેલ હતા. જ્યારે બીજા એરક્રાફ્ટની યાદીમાં માત્ર પાયલોટ ચાર્લ્સ માર્સિલેકનું જ નામ હતું.
ઓલિવર ટ્રીનો જન્મ ૧૯૯૩માં કેલિફોર્નિયાના સેન્ટા ક્રુઝમાં થયો હતો. વર્ષ ૨૦૧૬માં સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થયા બાદ તેઓ રાતોરાત લાઈમલાઈટમાં આવ્યા હતા. પોતાની ખાસ ‘બોલ હેરકટ‘ શૈલી માટે જાણીતા ઓલિવર ટ્રીએ વૈશ્વિક સ્તરે સુપરહિટ રહેલા ગીતો આપ્યા છે.
વર્ષ ૨૦૨૪માં તેમના ગીત ‘Miss You’ માટે તેમને પ્રતિષ્ઠિત બ્રિટ એવોર્ડ્સમાં નોમિનેશન પણ મળ્યું હતું. સંગીત સિવાય, વર્ષ ૨૦૨૦માં તેમણે ૪.૧૬ મીટર ઊંચું અને ૩.૧૩ મીટર લાંબું વિશ્વનું સૌથી મોટું કિક સ્કૂટર બનાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
તેમણે તાજેતરમાં જ પોતાની વર્લ્ડ ટૂર શરૂ કરી હતી, જે અંતર્ગત ૬ જૂનના રોજ બ્રાઝિલના સાઓ પાઉલોમાં તેમનો છેલ્લો શો યોજાયો હતો. આગામી ૧ જુલાઈએ પોર્ટુગલના લિસ્બનમાં અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં લંડન, માન્ચેસ્ટર અને ગ્લાસગોમાં તેમના લાઈવ પર્ફોર્મન્સ શિડ્યુલ હતા.