CJP ના વિરોધ પ્રદર્શનથી દિલજીત દોસાંઝે દૂરી બનાવી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

હું કલાકાર છું, કોઈ નેતા નથી, દિલજીત દોસાંઝ

મોટાભાગના બોલિવૂડ સેલેબ્સે CJP ને સમર્થન આપ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

દિલ્હીના જંતર-મંતર પર હાલમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા સતત શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. NEET પેપર લીક મામલે તેમની માંગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાનું રાજીનામું આપે. જોકે, શિક્ષણ મંત્રીએ હજુ સુધી રાજીનામું આપ્યું નથી, જેના કારણે CJPનું પ્રદર્શન યથાવત છે.

ઈન્ટરનેટ પર મોટાભાગના બોલિવૂડ સેલેબ્સે CJP ને સમર્થન આપ્યું છે. પ્રકાશ રાજ તો તેમનો સપોર્ટ કરવા માટે વિરોધ પ્રદર્શનમાં પણ સામેલ થઈ ગયા હતા. પરંતુ પંજાબી સેન્સેશન અને હવે બોલિવૂડ એક્ટર બની ચૂકેલા દિલજીત દોસાંઝે આ આંદોલનથી દૂરી બનાવી છે. તેઓ આમાં કોઈપણ પ્રકારે સામેલ થવા નથી માંગતા.

અગાઉ પ્રો-ખાલિસ્તાની પ્રદર્શનકારીઓને લીધે આવ્યા હતા ચર્ચામાં

તાજેતરમાં જ દિલજીત દોસાંઝ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યો હતો, જ્યાં તેમના એક ચાહકે CJP પ્રદર્શન અંગે તેમનો અભિપ્રાય જાણવા માંગ્યો હતો. આ અંગે સિંગરે કોઈપણ જાતના સંકોચ વિના પંજાબીમાં કહ્યું હતું કે, જંતર-મંતર પર કયું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ? પ્લીઝ મને આ પ્રદર્શનો અને બાકીની વસ્તુઓથી દૂર રાખો.

હું એક કલાકાર છું, નેતા નહીં. આ દુનિયામાં ક્યારેય કંઈ સારું થવાનું નથી. તેથી, જે કોઈ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, તેમને મુબારક. અને જેમની સામે આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તેમને પણ મુબારક, કારણ કે મને તો કંઈ જ ખબર નથી.

તમને જણાવી દઈએ કે, દિલજીત થોડા સમય પહેલા જ પ્રો-ખાલિસ્તાની પ્રદર્શનકારીઓને કારણે ચર્ચામાં આવ્યો હતો. તેમના લાઈવ કોન્સર્ટ દરમિયાન અચાનક કેટલાક લોકો હાથમાં ખાલિસ્તાની ઝંડા લઈને સ્ટેજ પર ચઢી ગયા હતા, જેના કારણે સિંગરે થોડીવાર માટે પોતાનો શો રોકવો પડ્યો હતો. જોકે, ત્યારબાદ તેઓ ફરીથી નાચવા-ગાવામાં વ્યસ્ત થઈ ગયા હતા.

દિલજીતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આજકાલ તેની ફિલ્મ મેં વાપસ આઉંગા ચર્ચામાં છે. આ ફિલ્મને રિલીઝ થયાને ૨૦ દિવસ વીતી ગયા છે, તેમ છતાં તે બોક્સ ઓફિસ પર સતત પોતાનો કમાલ દેખાડી રહી છે. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની આ ફિલ્મને શાનદાર વર્ડ ઓફ માઉથના કારણે બહુ મોટો ફાયદો મળ્યો છે. આ ફિલ્મની કમાણી ૫૦ કરોડ રૂપિયાને પાર થઈ ચૂકી છે, જે તેના માટે એક બહુ મોટી વાત છે. દિલજીતની આ ફિલ્મને જે પ્રકારે ઓપનિંગ મળી હતી, તેને જોતાં આટલું કલેક્શન ખરેખર પ્રશંસાને પાત્ર છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.