Last Updated on by Sampurna Samachar
સ્ટેફન અગાઉ સ્લોવાકિયા રાષ્ટ્રીય ટીમના કોચ હતા
ત્રણ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. AIFF એ આ જાહેરાત કરી હતી. ખાલિદે ૨૦૧૭માં આઈઝોલ ફૂટબોલ ક્લબને આઇ-લીગ ટાઇટલ અપાવ્યું હતું. ૧૩ વર્ષમાં પહેલી વાર કોઈ ભારતીયને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય અને હાલમાં ઇન્ડિયન સુપર લીગ ટીમ જમશેદપુર મેનેજર ૪૮ વર્ષીય જમીલને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ની એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ત્રણ સભ્યોની યાદીમાંથી પસંદ કરવામાં આવ્યા છે. અન્ય બે દાવેદારોમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ સ્ટીફન કોન્સ્ટેન્ટાઇન અને સ્ટેફન ટારકોવિક હતા. સ્ટેફન અગાઉ સ્લોવાકિયા રાષ્ટ્રીય ટીમના કોચ હતા.
ઘણા લાંબા સમયથી ભારતીય ફૂટબોલ સાથે સંકળાયેલા
મહાન સ્ટ્રાઈકર IM વિજયનના નેતૃત્વ હેઠળની AIFF ટેકનિકલ કમિટીએ એક્ઝિક્યુટિવ કમિટીના અંતિમ ર્નિણય માટે ત્રણ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતા. જમીલ સ્પેનના મનોલો માર્કેઝનું સ્થાન લેશે, જેમણે ભારતના તાજેતરના સંઘર્ષો પછી ગયા મહિને AIFF થી અલગ થઈ ગયા હતા.
રાષ્ટ્રીય પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપનારા છેલ્લા ભારતીય સેવિયો મેડેઇરા હતા, જેમણે ૨૦૧૧ થી ૨૦૧૨ સુધી આ પદ સંભાળ્યું હતું. નવી ભૂમિકામાં જમીલનું પહેલું કાર્ય સેન્ટ્રલ એશિયન ફૂટબોલ એસોસિએશન (CAFA) નેશન્સ કપ હશે, જે ૨૯ ઓગસ્ટથી તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં રમાશે.
કુવૈતમાં જન્મેલા ૪૯ વર્ષીય ખાલિદ જમીલે ખેલાડી તરીકે (૨૦૦૫માં મહિન્દ્રા યુનાઇટેડ સાથે) અને કોચ તરીકે (૨૦૧૭માં આઈઝોલ એફસી સાથે) ભારતના ટોચના ડિવિઝન ટાઇટલ જીત્યા છે. તેમણે સતત બે વર્ષ (૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫) માટે AIFF દ્વારા મેન્સ કોચ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો.
હવે એ જોવું રોમાંચક રહેશે કે તેઓ ભારતીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કેટલું સારું કામ કરે છે. તેઓ ઇન્ડિયન સુપર લીગના પ્રથમ કોચ પણ છે. જમીલ ઘણા લાંબા સમયથી ભારતીય ફૂટબોલ સાથે સંકળાયેલા છે. કોચ તરીકેના તેમના એક દાયકાથી વધુ સમયના કારકિર્દીમાં તેમની સૌથી મોટી સિદ્ધિ આઇઝોલ એફસી સાથે ૨૦૧૬-૧૭ આઈ-લીગ ટાઇટલ જીતવાની હતી.
ત્યારબાદ ક્લબે મોહન બાગાન, ઇસ્ટ બંગાળ અને બેંગલુરુ એફસી જેવી મોટી ટીમોને હરાવી હતી. મુંબઈના રહેવાસી જમીલને ઇન્ડિયન સુપર લીગમાં કોચિંગનો ઘણો અનુભવ છે. તેમના કોચિંગ હેઠળ ૨૦૨૦-૨૧માં નોર્થઈસ્ટ યુનાઇટેડ અને ૨૦૨૪-૨૫માં જમશેદપુર એફસીએ ISL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું.