Last Updated on by Sampurna Samachar
કેન્દ્ર સરકારે આ મામલે કેસ ચલાવવાની આપી મંજુરી
CMRL થી ૨.૭૩ કરોડ રૂપિયા લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળમાં વામ લોકતાંત્રિત મોર્ચા (LDF) સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રએ ભ્રષ્ટાચારના એક મામલે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની પુત્રી વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કોર્પોરેટ મામલાના મંત્રાલયે આ મંજૂરી આપી દીધી છે. તેમની પુત્રી વીના ટી પર કોચીન મિનરલ્સ એન્ડ રુટાઈલ લિમિટેડ (CMRL) થી ગેરકાયદેસર આરોપ લાગ્યા છે.
રિપોર્ટ અનુસાર ગંભીર છેતરપિંડી તપાસ ઓફિસ (SFIO) એ કોચ્ચિમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ પોતાની ચાર્જશીટ રજૂ કરી. SFIO અનુસાર વીના અને તેમની ફર્મ ‘એક્સાલોજિક સોલ્યૂશન્સ‘ એ CMRL થી ૨.૭૩ કરોડ રૂપિયા લીધા છે. જ્યારે તેના બદલામાં તેમણે કોઈ આઈટી સર્વિસ આપી નથી.
SFIO એ ૧૬૦ પાનાની ફરિયાદ નોંધાવી
SFIO એ કહ્યું કે બંને સંસ્થાઓની વચ્ચે એક ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પરંતુ જે ચૂકવણી કરવામાં આવી તે ગેરકાયદેસર અને ખોટી હતી. SFIO એ પોતાની ૧૬૦ પાનાની ફરિયાદમાં વીના, CMRL ના મેનેજિંગ ડાયરેક્ટર શશિધરણ કાર્થા અને ૨૫ અન્યને આરોપી બનાવ્યા છે.
આરોપ છે કે આ રૂપિયા CMRL અને તેની સહાયક કંપની એમ્પાવર ઈન્ડિયા કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મોકલવામાં આવ્યા. SFIO એ નિષ્કર્ષ તરીકે કહ્યું કે વીનાએ કંપનીના ફંડનો ખોટો ઉપયોગ કર્યો છે.
આ મામલો પહેલી વખત ૮ ઓગસ્ટ ૨૦૨૩ એ સામે આવ્યો હતો. જ્યારે એ જણાવવામાં આવ્યું હતું કે વીના ટી ની ફર્મએ ૨૦૧૭થી ૨૦૨૦ની વચ્ચે CMRL થી ૧.૭૨ કરોડ રૂપિયા લીધા હતા જ્યારે તેણે કોઈ સર્વિસ આપી નથી. રિપોર્ટના જવાબમાં કેન્દ્ર સરકારે SFIO એ આદેશ આપ્યો છે કે તે આ મામલે હવે ઊંડાઈથી તપાસ કરે.
વિપક્ષના નેતા વીડી સતીશને આ મામલે આકરી પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના રાજીનામાની માંગ કરી છે.. તેમણે કહ્યું, SFIO દ્વારા મુખ્યમંત્રીની પુત્રી વીના વિજયનને મામલામાં આરોપી તરીકે સામેલ કરવા એક ગંભીર મામલો છે.
વીના વિજયનની કંપનીએ કોઈ સર્વિસ આપ્યા વિના માત્ર મુખ્યમંત્રીની પુત્રી હોવાના સંબંધે ૨.૭ કરોડ રૂપિયા લીધા. મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારની નૈતિક જવાબદારી લેતા રાજીનામું આપી દેવું જોઈએ. પિનારાઈ વિજયન માટે એક પળ માટે પણ મુખ્યમંત્રી રહેવું યોગ્ય નથી. તે મુખ્યમંત્રીના પદ પર બેસેલા પોતાની પુત્રી પર કેસ ચલાવવાને કેવી રીતે યોગ્ય ઠેરવી શકે છે?‘
વીના પર કંપની એક્ટ ૨૦૧૩ની કલમ ૪૪૭ હેઠળ આરોપ છે. આ આરોપ હેઠળ જો આરોપીને દોષિત ઠેરવવામાં આવે છે તો તેને છ મહિનાથી લઈને દસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. સાથે જ છેતરપિંડી કરવામાં આવેલી રકમના ત્રણ ગણા દંડ પણ આપવો પડી શકે છે.