શું ટ્રમ્પ મોટા હમલાની તૈયારીમાં ?

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સત્તાવાર એલાનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ

લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે યુદ્ધ તરફ

(સંપૂર્ણ સમાચાર સેવા)

વૈશ્વિક રાજકારણ અને મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે ચાલી રહેલા સીઝફાયરને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની એક મોટી અને ચોંકાવનારી જાહેરાત કરી દીધી છે.

ટ્રમ્પના આ આક્રમક વલણ બાદ ઇરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે ખુલ્લા યુદ્ધ તરફ આગળ વધી રહ્યો હોય તેમ જણાય છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું સ્પષ્ટ કહેવું છે કે હવે ઇરાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી એ માત્ર સમયનો બગાડ છે અને અમેરિકા કોઈપણ કિંમતે ઇરાનને પરમાણુ હથિયાર વિકસાવવા નહીં દે.

સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને સુરક્ષા પર થશે અસર

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ સત્તાવાર એલાનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે પોતાના સંબોધનમાં માત્ર સીઝફાયર ખતમ કરવાની જ વાત નથી કરી, પરંતુ તેમણે ઇરાનમાં શાસન બદલવા એટલે કે રિજીમ ચેન્જ કરવા તરફ પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે.

આ જાહેરાત બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકા હવે ઇરાન પર આર્થિક પ્રતિબંધોની સાથે સૈન્ય કાર્યવાહી માટે પણ માનસિક રીતે તૈયાર થઈ ચૂક્યું છે.

અમેરિકાના આ મોટા ર્નિણયની સાથે જ તેનો પરમ મિત્ર દેશ ઇઝરાયલ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયો છે. ઇઝરાયલી મીડિયામાંથી લીક થયેલા અહેવાલો અનુસાર, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ઇરાન સામે એક મોટું ઓપરેશન લોન્ચ કરવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. લીક થયેલી માહિતી મુજબ, ઇઝરાયલી વાયુસેના ટૂંક સમયમાં જ ઇરાનના સૈન્ય મથકો અને તેના ગુપ્ત પરમાણુ ઠેકાણાઓ પર એક અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કરી શકે છે.

અમેરિકા અને ઇઝરાયલના આ સંયુક્ત વલણ બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી ગઈ છે. સંરક્ષણ વિશ્લેષકોના મતે, જો આગામી કલાકોમાં સ્થિતિ કાબૂ બહાર જશે તો તે માત્ર બે દેશો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને સુરક્ષા પર પડશે. હાલમાં ઇરાન સરહદે અને ઇઝરાયલી સૈન્ય કેમ્પોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.