Last Updated on by Sampurna Samachar
સીઝફાયર તોડ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો
દુશ્મનની કોઈપણ ધમકીનો અમારા પર કોઈ પ્રભાવ પડવાનો નથી અને અમે મજબૂતી સાતે જવાબ આપીશુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન–અમેરિકાના યુદ્ધ વિરામનો ૨૨ એપ્રિલ છેલ્લો દિવસ છે. બંને દેશોના વિવાદનો ઉકેલલાવવા માટે પાકિસ્તાની રાજધાની ઈસ્લામાબાદમાં બંને વચ્ચે બીજા તબક્કાની શાંતિ વાર્તા યોજાવાની છે.

જો કે તે પહેલા બંને દેશોના આક્રમક વલણે ફરી ચિંતા વધારી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પેઈરાન સાથે સીધી જ વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ ઈરાની સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે, અમે કોઈપણહુમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છીએ. દુશ્મનની કોઈપણ ધમકીનો અમારા પર કોઈ પ્રભાવ પડવાનોનથી અને અમે મજબૂતી સાતે જવાબ આપીશું.
વ્યાપક વ્યૂહાત્મક ક્ષમતાઓ પર ગર્વ
ઈરાની સૈન્યના મેજર જનરલ અલી અબ્દોલ્લાહીએ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ના સ્થાપનાદિવસ નિમિત્તે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે, ‘ઈરાનની બહાદુર પ્રજાને દેશની રક્ષા કરનારા સૈનિકોની શક્તિઓ, તૈયારીઓ અને વ્યાપક વ્યૂહાત્મક ક્ષમતાઓ પર ગર્વ છે.
આ દળોએમિસાઈલ–ડ્રોન હુમલા કરીને અમેરિકાને દબાણમાં લાવી દીધું છે, જેના કારણે તેઓ થાકી ગયા છે અનેયુદ્ધવિરામ કરવા મજબૂર થયા છે.’
તેમણે કહ્યું કે, ‘ઈરાનની પ્રજા જાેશ સાથે રસ્તાઓ પર ઉતરી આવીને દેખાડી દીધું કે તેઓ સશસ્ત્ર દળોનુંભરપૂર સમર્થન કરી રહ્યા છે. ઈરાનના બહાદુર સશસ્ત્ર સૈનિકો, સરકાર અને દેશ માટે સાહસ દેખાડનારીજનતાએ સાથે મળીને, સર્વોચ્ચ કમાન્ડરના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરીને તેઓ એક હોવાનું દેખાડી દીધું છે. તેઓ દુશ્મનની કોઈપણ ધમકી અથવા કાર્યવાહી સામે નિર્ણાયક જવાબ આપવા માટે તૈયાર છે.’
અબ્દોલ્લાહીએ વધુમાં કહ્યું કે, ‘સશસ્ત્ર દળો મજબૂત સ્થિતિમાં છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ખોટા તેમજભ્રામક દાવાઓ કરી રહ્યા છે. અમે તેમને સૈન્ય સંઘર્ષ દરમિયાન શાંતિના સમયનો દુરુપયોગ કરીને જમીનીસ્થિતિનું ખોટું ચિત્ર રજૂ કરવાની મંજૂરી આપીશું નહીં, ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુનીના સંચાલન અનેનિયંત્રણને લઈને. કોઈપણ સમજૂતીના ઉલ્લંઘન પર સક્ષમ અને અસરકારક રીતે જવાબ આપવામાં આવશે.’