Last Updated on by Sampurna Samachar
ઈરાને કહ્યું પરમાણુ સંબંધિત વાતચીત હાલ ટાળવામાં આવે
તેહરાને હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવા અને યુદ્ધને ખતમ કરવા માટે અમેરિકાને એક નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન–અમેરિકા વચ્ચે બીજા તબક્કાની વાતચીતના સંકેત ભલે સીધી રીતે ન મળી રહ્યાં હોય, પરંતુ બેકડોરથી શાંતિ–સમજુતિનો પ્રયાસ યથાવત છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જારી તણાવ વચ્ચે તેહરાને હોર્મુઝ સ્ટ્રેસ ફરી ખોલવા અને યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકાને નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે.

એક્સિયોસે રવિવારે એક અમેરિકી અધિકારી અને મામલાની જાણકારી રાખનાર બે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે ઈરાને પાકિસ્તાનીમધ્યસ્થોના માધ્યમથી અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવા અને યુદ્ધ ખતમ કરવા માટે એક નવો પ્રસ્તાવ આપ્યો છે, જેમાં પરમાણુ વાર્તાને બાદના તબક્કા માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
આર્થિક નાકાબંધી સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવશે
એક્સિયોસના રિપોર્ટ પ્રમાણે ઈરાન તરફથી અમેરિકાને મોકલવામાં આવેલા નવા શાંતિ પ્રસ્તાવમાં હોર્મુઝસ્ટ્રેટને બીજીવાર ખોલવા, પરમાણુ વાર્તાને લઈને નવી શરતો અને સીઝફાયરને લઈને નાકાબંધી હટાવવી મુખ્યરૂપથી સામેલ છે. રિપોર્ટ પ્રમાણે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવા માટે તૈયાર છે. પ્રસ્તાવ હેઠળ સીઝફાયરને લાંબા સમય સુધી વધારવું કે સ્થાયી રૂપથી સમાપ્ત કરવા પર સહમતિ બની શકે છે.
ઈરાનનો પ્રસ્તાવ છે કે પરમાણુ સંબંધિત વાતચીત હાલ ટાળી દેવામાં આવે અને પછીના તબક્કામાં શરૂકરવામાં આવે. ઈરાનનું કહેવું છે કે પરમાણુ વાર્તા ત્યારે શરૂ થશે જ્યારે જળમાર્ગ ખુલી જશે અને આર્થિક નાકાબંધી સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવશે.
તો ઈરાનના વિદેશમંત્રી અરાધચીએ મધ્યસ્થોને સ્પષ્ટ કર્યું કેરિચ યુરેનિયમ પર ટ્રમ્પની માંગોને લઈને ઈરાનના નેતૃત્વમાં કોઈ સામાન્ય સહમતિ નથી. સૂત્રો અનુસાર વ્હાઇટહાઉસને આ પ્રસ્તાવ મળી ગયો છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે અમેરિકા ઈરાનની આ શરતો પર વિચાર કરવા માટેતૈયાર છે કે નહીં. તો જાે હોર્મુઝ સ્ટ્રેટ ખુલે છે તો વૈશ્વિક તેલ સપ્લાયમાં મોટી રાહત મળી શકે છે.