Last Updated on by Sampurna Samachar
દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાને મોટો ઝટકો લાગ્યો
રમખાણમાં ૫૩ લોકો માર્યા ગયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રા વિરુદ્ધ ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણોમાં તેમની કથિત ભૂમિકાના સંદર્ભમાં વધુ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે મિશ્રા વિરુદ્ધ FIR નોંધવાની અરજી સ્વીકારી લીધી છે. કોર્ટે કહ્યું કે, દિલ્હી (DILHI) પોલીસ દ્વારા રજૂ કરાયેલી સામગ્રીના આધારે, તેમની હાજરી કર્દમ પુરી વિસ્તારમાં હતી અને એક કોગ્નિઝેબલ ગુનો મળી આવ્યો હતો જેની તપાસ કરવાની જરૂર છે.
દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી રમખાણો સંબંધિત કેસમાં કોર્ટે કપિલ મિશ્રા વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ આદેશ ૨૦૨૦માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણોમાં કપિલ મિશ્રાની ભૂમિકાની તપાસની માંગ કરતી અરજી પર આપ્યો હતો. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં ૫૩ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
એક કોગ્નિઝેબલ ગુનો મળી આવ્યો
રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રા વિરુદ્ધ ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણોમાં તેમની કથિત ભૂમિકાના સંદર્ભમાં વધુ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે મિશ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની અરજી સ્વીકારી લીધી. કોર્ટે કહ્યું કે, દિલ્હી પોલીસ દ્વારા રજૂ કરાયેલી સામગ્રીના આધારે તેમની હાજરી કર્દમ પુરી વિસ્તારમાં હતી અને એક કોગ્નિઝેબલ ગુનો મળી આવ્યો હતો. જેની તપાસ કરવાની જરૂર છે.
દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી રમખાણો સંબંધિત કેસમાં કોર્ટે કપિલ મિશ્રા વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ આદેશ ૨૦૨૦ માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણોમાં કપિલ મિશ્રાની ભૂમિકાની તપાસની માંગ કરતી અરજી પર આપ્યો હતો. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં ૫૩ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.